કરોડપતિ બનાવનાર શેર... 1 લાખના બનાવી દીધા 3.50 કરોડ રૂપિયા, એક સમયે 5 રૂપિયા હતી કિંમત
HDFC Share Price: સ્ટોક માર્કેટમાં એવા ઘણા શેર છે જેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આવો એક શેર છે જેણે પોતાના ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે.
Trending Photos
Stock Market News: ભારતીય શેર બજારમાં ગુરૂવારે ટ્રમ્પના ટેરિફને કારણે ઘટાડો જોવા મળ્યો છે. તેની અસર ઘણા શેરમાં જોવા મળી છે. કેટલાક એવા મલ્ટીબેગર શેર પણ રહ્યાં, જેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમાં એક HDFC bank નો શેર પણ સામેલ છે. આ દેશની સૌથી મોટી ખાનગી બેંક છે. એચડીએફસીના શેરમાં ગુરૂવારે સામાન્ય ઘટાડો જોવા મળ્યો, તેમ છતાં આ સ્ટોકે લાંબા ગાળે ઈન્વેસ્ટરોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તેણે 1 લાખ રૂપિયાના રોકાણને 3.50 કરોડ રૂપિયામાં બદલી દીધું છે.
ગુરુવારે સવારે 11 વાગ્યે, HDFC બેંકનો શેર ૦.28% ના ઘટાડા સાથે રૂ. 1980 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, તેના રોકાણકારોને થોડું નુકસાન થયું છે. પરંતુ જો આપણે 6 મહિના કે એક વર્ષના વળતર પર નજર કરીએ તો, તે ખૂબ જ સારું રહ્યું છે. લાંબા ગાળે, આ શેરે રોકાણકારોના ખિસ્સા ભર્યા છે.
એક વર્ષમાં જબરદસ્ત વળતર
એક વર્ષમાં, આ શેરે રોકાણકારોને જબરદસ્ત લાભ આપ્યો છે. એક વર્ષમાં તેનું વળતર પણ FD કે અન્ય રોકાણ યોજનાઓ કરતા વધારે રહ્યું છે. એક વર્ષ પહેલા તેની કિંમત રૂ. 1623.50 હતી. હવે તે રૂ. 1980 ની આસપાસ છે. આવી સ્થિતિમાં, આ શેરે એક વર્ષમાં રોકાણકારોને લગભગ 22 ટકા વળતર આપ્યું છે.
5 વર્ષમાં ઉતાર-ચઢાવ
એચડીએફસી બેંકના શેરમાં 5 વર્ષમાં ખૂબ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. તેમ છતાં તેણે શાનદાર રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં સ્ટોકે આશરે 90 ટકા રિટર્ન આપ્યું છે. પરંતુ 62 મહિના એટલે કે પાંચ વર્ષ બે મહિનામાં તેણે રકમને ડબલ કરી દીધી છે. જો તમે જૂન 2020મા એક લાખ રૂપિયાના શેર ખરીદ્યાં હોત તો આજે તેની વેલ્યુ ડબલ થઈ ગઈ હોત.
કઈ રીતે બનાવ્યા કરોડપતિ?
જાન્યુઆરી 1999મા આ શેરની કિંમત 5.52 રૂપિયા હતી. એટલે કે 10 રૂપિયાથઈ પણ ઓછી. આજે શેર આશરે 1980 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. તેવામાં તેણે ઈન્વેસ્ટરોને 35000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.
જો કોઈએ આજથી આશરે 26 વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી 1999મા એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો આજે તેની વેલ્યુ 3.50 કરોડથી વધુ હોત. આ રીતે માત્ર એક લાખ રૂપિયાનું રોકાણ કરી તમે 26 વર્ષમાં કરોડપતિ બની ગયા હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે