પૂર્વ સૈનિકોને મળશે નોકરી, અમદાવાદ શાહીબાગ ખાતે યોજાશે જોબ ફેર, અહીં કરાવો રજીસ્ટ્રેશન
પૂર્વ સૈનિકો જે નોકરી કરવા ઈચ્છે છે તેના માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પૂર્વ સૈનિકો માટે જોબ ફેર યોજાશે.
Trending Photos
અમદાવાદઃ આગામી ૨૫ જુલાઈ ૨૦૨૫ના રોજ ડિરેક્ટર જનરલ ઓફ રિસેટલેમેન્ટ, નવી દિલ્લી તરફથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો માટે જોબ ફેરનું આયોજન કેમ્પ હનુમાન, અમદાવાદ કેન્ટોનમેન્ટ, શાહીબાગ, અમદાવાદ ખાતે સવારે ૭:૦૦ કલાકથી કરવામાં આવનાર છે.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા ઇચ્છુક પૂર્વ-સૈનિકોને આ જોબ ફેર (રોજગાર મેળા) માટે તારીખ ૨૫/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી અમદાવાદ કેન્ટોન્ટમેટ હનુમાન કેમ્પ, અમદાવાદ મુકામે અસલ સૈનિકનું ઓળખપત્ર અને બાયો ડેટા (રીજ્યુમ)ની ૦૫ (પાંચ) કોપી સાથે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.
આ જોબ ફેર (રોજગાર મેળા) માટે ઇચ્છુક પૂર્વ-સૈનિકો પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન www.esmhire.com વેબસાઈટ પર કરાવી શકશે, તેવું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે