Gambhira Bridge: ક્યાં સુધી નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાશે? ક્યારે આ ભ્રષ્ટ તંત્રનો હિસાબ થશે?
Gujarat Gambhira Bridge Collapses: આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે લોકો કોઈપણ જગ્યાએ મુસાફરી કરતાં હવે ડરી રહ્યા છે... લોકોના મનમાં મોટો સવાલ થઈ રહ્યો છે કે કઈ જગ્યાએ હવે મુસાફરી કરવી સુરક્ષિત છે?... કેમ કે બુધવારની સવાર વડોદરા માટે ખરાબ સમાચાર લઈને આવી... અહીંયા વડોદરા અને આણંદને જોડનારો ગંભીરા પુલ તૂટી પડ્યો...
Trending Photos
વડોદરાઃ વડોદરામાં તુટી પડેલા બ્રિજે ફરી એકવાર ગુજરાતમાં નબળી ગુણવત્તાના કામને ઉજાગર કરી નાંખ્યું છે. અગાઉ પણ અનેક બ્રિજો તુટ્યા છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે...વડોદરાની આ દુર્ઘટના પર વિપક્ષ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યો છે...તો સત્તા પક્ષના નેતાઓ બચાવની મુદ્રામાં નિવેદનો કરી રહ્યા છે...ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની પરંતુ સજા કોઈને નથી થઈ...ત્યારે જુઓ રાજકીય ઘમાસાણનો આ ખાસ અહેવાલ....
વડોદરામાં જે બ્રિજ તુટી પડ્યો તેનું સમારકામ છેલ્લા 10 વર્ષથી થયું જ નહતું...આ બ્રિજનું છેલ્લે 2015માં મોટું રિપેરિંગ થયું હતું...ત્યારબાદ નિયમિત ઓડિટ કે માળખાગત તપાસ થઈ નથી. આ ખૂલાસો એક RTIમાં થયો છે...વિપક્ષે કહ્યું કે, તંત્રની બેદરકારીએ જ દુર્ઘટનને આમંત્રણ આપ્યું.
કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ સરકાર આક્ષેપોનો મારો ચલાવ્યો...ઈસુદાન ગઢવીએ તો આ દુર્ઘટનાને માનવસર્જિત ગણાવી...
વડોદરાની દુર્ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોરદાર વરસ્યા...તેમણે વારંવાર બનતી આવી ઘટનાઓ માટે એક જ પાર્ટીના લાંબા સમયના શાસનને જવાબદાર ગણાવ્યું...
વિપક્ષ વરસી રહ્યું છે, અને વરસે પણ કેમ નહીં?...કારણ કે, 2016માં મહી નદીનો બ્રિજ, 2019માં સુરતનો ફ્લાયઓવર, 2022માં મોરબી ઝૂલતો પુલ, અને હવે 2025માં ગંભીરા બ્રિજ. દાયકામાં 7 મોટી દુર્ઘટનાઓ, 200થી વધુ મોત, અને હજુ પણ જવાબદારી નક્કી થઈ નથી. PWDના 2023ના રિપોર્ટ અનુસાર, રાજ્યના 1800 બ્રિજોમાંથી 40 ટકાથી વધુ 30 વર્ષથી જૂના છે, અને 200થી વધુ બ્રિજો જોખમી શ્રેણીમાં છે. પરંતુ માત્ર 8 ટકા બ્રિજોનું સમારકામ થયું છે...કેટલાક બ્રિજ તો ભ્રષ્ટાચારનો અડ્ડો બનીને હજુ પણ અડીખમ ઉભા છે...અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ જે જીવતો જાખતો દાખલો છે...
ક્યારે કઈ દુર્ઘટના?
2016માં મહી નદીનો બ્રિજ
2019માં સુરતનો ફ્લાયઓવર
2022માં મોરબી ઝૂલતો પુલ
હવે 2025માં ગંભીરા બ્રિજ
7 મોટી દુર્ઘટનાઓ, 200થી વધુ મોત
હજુ પણ જવાબદારી નક્કી થઈ નથી
શું છે PWDનો 2023નો રિપોર્ટ?
રાજ્યના 1800 બ્રિજોમાંથી 40 ટકાથી વધુ 30 વર્ષથી જૂના
200થી વધુ બ્રિજો જોખમી શ્રેણીમાં છે
માત્ર 8 ટકા બ્રિજોનું સમારકામ થયું છે
સાહેબ કહી રહ્યા છે કે નિયમિત સમારકામ થતું હતું....તો પછી બ્રિજ તુટી કેમ ગયો?...માનનીય સાહેબ શ્રી તમે બચાવની મુદ્રામાં ભલે આ નિવેદન આપી રહ્યા છો...પરંતુ સત્ય તો એ છે કે 2018 પછી રાજ્યના 60 ટકા બ્રિજોનું સ્ટ્રક્ચરલ ઓડિટ થયું નથી. CAG રિપોર્ટમાં પણ ઉલ્લેખ છે કે બ્રિજોના નિર્માણમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ અને નિયમોનું ઉલ્લંઘન થાય છે. શું આને ભ્રષ્ટાચાર ન કહી શકાય?...
2018 પછી રાજ્યના 60 ટકા બ્રિજોનું સ્ટ્રક્ચરલ ઓડિટ થયું નથી
શું આને ભ્રષ્ટાચાર ન કહી શકાય?
વડોદરાની દુર્ઘટના એકલી ઘટના નથી. 2022ની મોરબી દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યા, 2024માં હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 14 બાળકો સહિત 16ના મોત. દરેક વખતે તપાસ સમિતિ બની, ભ્રષ્ટાચાર ઉજાગર થયો, પણ સજા કોને?... મોરબી કેસમાં ઓરેવા ગ્રૂપના ડિરેક્ટર સામે FIR થઈ, પણ ત્રણ વર્ષ પછી પણ કેસ કોર્ટમાં ધૂળ ખાય છે.
કોઈને સજા કેમ નહીં?
2022ની મોરબી દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ
2024માં હરણી બોટ દુર્ઘટનામાં 14 બાળકો સહિત 16ના મોત
ગુજરાતની જનતા ભ્રષ્ટાચારના ગોટાળાઓનો ભોગ બની રહી છે. બ્રિજ તૂટે છે, લોકો મરે છે, પણ જવાબદારી કોઈ લેતું નથી. વિપક્ષ આને સરકારની નિષ્ફળતા ગણાવે છે, જ્યારે સરકાર નિવેદનબાજીથી બચાવ કરે છે. પરંતુ સૌથી મોટો સવાલ, ક્યાં સુધી નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાશે?... ક્યારે આ ભ્રષ્ટ તંત્રનો હિસાબ થશે?..
ગંભીરા બ્રિજની દુર્ઘટના ગુજરાતના ભ્રષ્ટ તંત્રનો કાળો ચહેરો ઉજાગર કરે છે. જનતા હવે ન્યાય માંગે છે. શું સરકાર આ ઘટનામાંથી શીખ લેશે?... શું ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સજા થશે? કે આ ઘટના પણ મોરબીની જેમ ફાઈલોમાં દફનાઈ જશે?...
શું સરકાર આ ઘટનામાંથી શીખ લેશે?
શું ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને સજા થશે?
વડોદરની ઘટના પણ મોરબીની જેમ ફાઈલોમાં દફનાઈ જશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે