ગુજરાત મીડિયા ક્લબની મળી બેઠક, 2025 માં પત્રકારો માટે નવું શું કરશે તે અંગે થયું પ્લાનિંગ

Gujarat Media Club : ગુજરાત મીડિયા ક્લબની બેઠકમાં પત્રકારોના ઉત્થાન માટે શું કરી શકાય, કેવી યોજનાઓ લાવવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
 

ગુજરાત મીડિયા ક્લબની મળી બેઠક, 2025 માં પત્રકારો માટે નવું શું કરશે તે અંગે થયું પ્લાનિંગ

Ahmedabad News અમદાવાદ : ગુજરાત મીડિયા ક્લબ (GMC) ની ગવર્નિંગ કાઉન્સિલની પ્રથમ બેઠક એજીએમ રવિવારે હોટલ પ્રાઇડ પ્લાઝા ખાતે યોજાઈ હતી. જેમાં, ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે કોરોના રોગચાળા પછી ફરી એક વાર વાર્ષિક કેલેન્ડર બનાવવાની વાત કરી હતી. જેમાં પત્રકાર કલ્યાણ યોજનાઓ સાથે ક્લબના સભ્યો માટે આરોગ્ય શિબિર, ક્રિકેટ ટુર્નામેન્ટ, ગરબા ઉત્સવ સહિતની તમામ મનોરંજક પ્રવૃત્તિઓ સરળતાથી ચલાવવામાં આવી હતી.

ક્લબે પત્રકાર પરિવારોને આર્થિક મદદ કરી 
નિર્ણય કપૂરે જણાવ્યું હતું કે ક્લબને ભવિષ્યમાં પત્રકારો માટે વધુ ઉપયોગી બનાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે ક્લબે અચાનક મૃત્યુ પામેલા અડધા ડઝન (બિન-સભ્ય) પત્રકારોના પરિવારોને આર્થિક મદદ કરી હતી. બેઠકમાં જીએમસીની નવી ઓફિસને મહાનગરના પોશ વિસ્તાર નવરંગપુરામાં સ્થળાંતર કરવા પર સર્વસંમતિ સધાઈ હતી. 

gujarat media club agm meeting with new development plannings

નવી મેમ્બરશિપ ડ્રાઈવ શરૂ થશે 
તેમણે આગળ કહ્યું કે, ક્લબ ટૂંક સમયમાં નવી મેમ્બરશિપ ડ્રાઇવ અને કોર્પોરેટ મેમ્બરશિપની જાહેરાત કરશે. અગાઉ, જનરલ સેક્રેટરી અને ફાઉન્ડર ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી સંજય પાંડેએ ક્લબની નવી એક્ઝિક્યુટિવ બોડીની રચના, ક્લબનું નાણાકીય સંચાલન અને ક્લબની કાર્યક્ષમતા વધારવાની સાથે પત્રકારોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટેના પગલાં સૂચવ્યા હતા. 

પત્રકારોના ઉત્થાન માટે પ્રયાસો કરાશે 
સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ દીક્ષિત સોનીએ ક્લબ માટે નવું બિલ્ડીંગ, સભ્યોને જરૂરી સગવડો પૂરી પાડવા અને ક્લબમાં બને તેટલા નવા સભ્યો ઉમેરવા વિશે વાત કરી. આ બેઠકમાં ઉપપ્રમુખ આશિષ અમીન, ખજાનચી અજીત સોલંકી, સંગઠન સચિવ શત્રુઘ્ન શર્મા, જોઈન્ટ સેક્રેટરી મનીષ દેસાઈ, કારોબારી સભ્યો યોગેશ ચાવડા, ધવલ ભરવાડ, રૂતમ વોરા, અલ્કેશ ભાઈ વગેરેએ ભાગ લીધો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news