ગુજરાતમાં ચોમાસુ જોશમાં! દક્ષિણના આ વિસ્તારો પાણીમાં તરબોળ, જાણો સૌથી વધુ કયા વરસ્યો?
Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. 2 જુલાઇ બુધવારના દિવસે ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે આ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ડાંગના સુબીર, તાપીના ડોલવણમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો છે. તો વાલોડમાં 2 ઈંચ વરસ્યો છે. વઘઈ, ડોલવણમાં કોઝ-વે પાણીમાં ગરકાવ થતા રસ્તા બંધ થયા છે.
Trending Photos
હવામાન વિભાગે આજે ગુજરાતના કુલ 12 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં વરસાદની તીવ્રતાની શક્યતા મુજબ 6 જિલ્લામાં ઓરેંજ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદી માહોલ છે. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે તાપીના ડોલવણમાં પણ પોણા 3 ઈંચ વરસ્યો, તાપીના વાલોડમાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
સુરતના મહુવામાં 1.5 ઈંચથી વધારે વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા છે. જ્યારે ડાંગના આહવામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. સવારથી રાજ્યના કુલ 42 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે. અન્ય તાલુકાના છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.
ડાંગના સુબિરમાં પોણા બે ઈંચ, વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ, વલસાડના ધરમપુરમાં સવા ઈંચ,વાપીમાં એક ઈંચ, ખેરગામ, કુકરમુંડામાં એક ઈંચ, ઉપરાંત પારડી અને વિજયનગરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં 77 તાલુકામાં અડધો ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં જુલાઈ મહિનામાં સરેરાશ 12 ઈંચ કરતા વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.
હવામાન વિભાગે 4થી 7 જુલાઇની વચ્ચે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અપર એર સાયક્લોનિક સરર્ક્યુલેશન, ટ્રફની સિસ્ટમ અને લોપ્રેશર સક્રિય થવાની ભારે વરસાદની શક્યતા છે. સમગ્ર જુલાઈ મહિનામાં અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે