ગુજરાતનો સુપર ચાઈલ્ડ, 4 માસના બાળકે આઈન્સ્ટાઈન જેવા દિમાગથી મેળવી લીધા 2 નેશનલ એવોર્ડ

Super Child In Gujarat : માત્ર 4 માસની ઉંમર ધરાવતા વિવાંશે જનરલ નોલેજમાં મેળવ્યા 2 નેશનલ એવોર્ડ... ઘોડિયામાં રમતો વિવાંશ 612 ફ્લેશ કાર્ડ ઓળખી બતાવે છે... વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ, ફળ, ફૂલ, શાકભાજી, પ્રાણીઓ, પક્ષીઓ અને સ્વાતંત્ર સેનાનીઓના ઓળખી શકે છે ફોટા 

ગુજરાતનો સુપર ચાઈલ્ડ, 4 માસના બાળકે આઈન્સ્ટાઈન જેવા દિમાગથી મેળવી લીધા 2 નેશનલ એવોર્ડ

Vapi News નિલેશ જોશી/વાપી : માતાના પેટમાંથી જન્મ થયા બાદ માત્ર ચાર મહિનાનું બાળક કાંઈ સમજી પણ નથી શકતું આવું માનવામાં આવે છે. પરંતુ વાપીનો માત્ર ચાર મહિનાનો વિવાંશ આ કહેવતને ખોટી પાડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વિવાંશમાં એક અદભુત પ્રતિભા છે. જેને કારણે તેણે અત્યાર સુધી રાષ્ટ્રીય લેવલના 2 એવોર્ડ મેડલ મેડલ અને સર્ટિફિકેટ મેળવી ચૂક્યો છે. 

ચાર માસના દીકરાએ પિતાનું નામ રોશન કર્યુ 
ઔદ્યોગિક નગરી વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહેતા મૂળ કર્ણાટકના નેકાર પરિવારમાં હાલ ઉત્સાહનો માહોલ છે. કારણ કે આ સામાન્ય પરિવારનું સૌથી નાનું સદસ્ય ચાર મહિનાનો વિવાંશ એક અદભુત પ્રતિભા સાથે જન્મ્યો છે. તેણે અત્યારથી જ પરિવારનું નામ રોશન કરવાની શરૂઆત કરી છે. ચાર મહિનાનો વિવાંશ નેકાર કોઈ પણ ચિત્ર કે વસ્તુને સમજવાની અને યાદ રાખવાની અદભુત પ્રતિભા ધરાવે છે. પરિણામે એક વખત જે વસ્તુ કે ફ્લેશ કાર્ડ જોઈ લે છે તેને યાદ રહી જાય છે. અને ચાર મહિનાના વિવાન રાષ્ટ્રીય લેવલના 2 એવોર્ડ મેડલ અને સર્ટિફિકેટ મેળવ્યા છે.

જન્મના 21 દિવસમાં માતાપિતાને તેના આ ટેલન્ટ વિશે ખબર પડી 
સૌથી ઝડપી કોઈ વસ્તુ ઓળખી લેવાના અને સમજવાની તેને અદભુત પ્રતિભા છે. આથી સૌથી નાની વયે કોઈ વસ્તુ ઓળખવાની અને સમજવાની કેટેગરીમાં વિવાંશ નોબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ટરનેશનલ કિડ્સ આઇકોન એવોર્ડ મેળવી ચૂક્યો છે. અને અન્ય મેડલ પણ મેળવ્યા છે. વિવાંશ અત્યારે ચાર મહિનાનો છે. પરંતુ તેના જન્મના 21 દિવસમાં જ પરિવારને તેની આ અદભુત પ્રતિભાનો પરિચય થયો હતો. આથી પરિવાર દ્વારા શરૂઆતમાં 21 દિવસના વિવાન્સને સફેદ અને કાળા રંગના ફ્લેશ કાર્ડ બતાવી. અને તેને સમજાવતા હતા. ત્યારબાદ તેણે વિવિધ કલરના ફ્લેશ કાર્ડ બતાવતા હતા. જે વિવાંશ ઝડપી સમજી લેતો હતો. અને ઓળખી બતાવતા આખરે પરિવાર દ્વારા તેને ફળ ફૂલ રંગ શાકભાજી પ્રાણીઓ પક્ષીઓ વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ સ્વાતંત્ર સેનાનીઓ સહિતના વિવિધ ચિત્રો સાથેના ફ્લેશ કાર્ડ બતાવતા હતા અને આ માસુમ બાળક તેને પલવારમાં જ યાદ રાખી લેતું હતું. અને તે ફ્લેશકાર્ડને ઓળખી બતાવતું હતું.

612 ફ્લેશકાર્ડ ઓળખી બતાવ્યા છે 
અત્યાર સુધી 612 ફ્લેશ કાર્ડ સૌથી ઓછા સમયમાં ઓળખી બતાવે છે. આથી વિવાંશની આ પ્રતિભાથી તેમનો પરિવાર પણ ગર્વ અનુભવે છે. અને વિવાંશ નું ભવિષ્ય ઉજળું બને તે માટે પરિવાર પણ અત્યારથી જ પ્રયત્નશીલ છે. વિવાંશની આ પ્રતિભાથી દેશ અને દુનિયા પણ પરિચિત થાય તે માટે પરિવારના સભ્યો દ્વારા આવી પ્રતિભાવોને સન્માનિત કરતી સંસ્થાઓ અંગે તપાસ કરતા તેમણે વિવિધ એવોર્ડમાં એપ્લાય કર્યું હતું. અને તેણે સૌથી ઓછા સમય માં 612 થી વધુ ફ્લેશ કાર્ડ ઓળખી આ એવોર્ડ મેળવી ચુક્યો છે.

vapi super kind won national award

વિવાંશની માતાએ તેને ગર્ભ સંસ્કાર આપ્યા 
માસુમ વિવાંશની આ પ્રતિભા પાછળ નું એક કારણ છે કે વિવાંશની માતાએ જ્યારથી ગર્ભ ધારણ કર્યો ત્યારથી જ વિવાંશને માતા ગર્ભ સંસ્કાર આપવાની શરૂઆત કરી હતી. બાળક જ્યારે પેટમાં હતું ત્યારથી જ માતા એકલા હોય ત્યારે તે બાળક સાથે જે રીતના વાત કરતા હોય તેવી રીતે તે બોલતા હતા અને પોતાના ગર્ભમાં રહેલા બાળકને સારી વાતો સંભળાવતા ધાર્મિક જ્ઞાન ભજન સત્સંગ ઐતિહાસિક વાતો સુવિચાર અને સારા આચરણ કરવાનું સમજાવતા હતા. અને જાણે પેટમાં રહેલો વિવાંશ પણ માતાની આ વાતને સમજતો હોય તેવી રીતે પેટમાંથી જ માતાને અહેસાસ કરાવતો હતો. 

વિવાંશની માતા મંજુલા નેકાર પણ માને છે કે જ્યારથી વિવાન્સ પેટમાં હતો ત્યારથી જ તેની સાથે અતૂટ લાગણી અને લગાવ થઈ ગયો હતો. પરિણામે જન્મ બાદની આ પ્રતિભાથી હવે પરિવારના તમામ સભ્યો અને ગર્વ અનુભવે છે. વિવાંશ પરિવાર અને સમગ્ર દેશનું નામ દુનિયામાં રોશન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

વિવાંશના પિતા રાજેન્દ્ર નેકાર વાપીમાં ખાણી પીણીની લારી ચલાવે છે. આ સામાન્ય પરિવારનો સૌથી નાનો સદસ્ય અત્યારથી જ પરિવારનું નામ રોશન કરી રહ્યો છે. અને આગામી સમયમાં દેશ અને દુનિયામાં પરિવાર અને દેશનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news