ધણધણી ઉઠ્યું ગુજરાત, ભુજથી શરૂ થઈ ભારતીય સેનાની મોટી મુવમેન્ટ, ફોર્સ બોર્ડર તરફ રવાના

Gujarat On High Alert : ગુજરાતને અડીને આવેલી પાકિસ્તાની બોર્ડર પર હાલ હાઈ એલર્ટની સ્થિતિ છે... બનાસકાંઠા-કચ્છમાં સેનાની હલચલ વધી ગઈ છે

ધણધણી ઉઠ્યું ગુજરાત, ભુજથી શરૂ થઈ ભારતીય સેનાની મોટી મુવમેન્ટ, ફોર્સ બોર્ડર તરફ રવાના

India Pakistan War : પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના એરપોર્ટ પર કરેલા હુમલા બાદ ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારત હાલ પાકિસ્તાનમાં ઘૂસીને હુમલો કરી રહ્યું છે. ભારત છેક લાહોર, સિયાલકોટ સુધી પહોંચી ગયું છે. પાકિસ્તાનની મિસાઈલોને તોડી પાડવામાં આવી હતી. અત્યાર સુધી ભારતીય બાજુ કોઈ જાનહાનિના સમાચાર નથી. તો બીજી તરફ, ગુજરાતના ભૂજથી ભારતીય સેનાની હિલચાલ તીવ્ર બની ગઈ છે અને ફોર્સને સરહદ તરફ મોકલવામાં આવી છે.

ભુજમાં આર્મીની સેના તૈયાર થઈ 
પાકિસ્તાને ભારતના જમ્મુ અને જેસલમેર પર મિસાઇલ હુમલો કર્યો. ભારતે આ હુમલાઓનો જોરદાર જવાબ આપ્યો છે અને પાકિસ્તાનની મિસાઇલોને ભારતના હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવી છે. અત્યાર સુધી ભારતીય બાજુ કોઈ જાનહાનિના સમાચાર નથી. હવે ગુજરાતના ભૂજથી ભારતીય સેનાની હિલચાલ તીવ્ર બની ગઈ છે અને ફોર્સને સરહદ તરફ મોકલવામાં આવી છે.

રાજધાની એલર્ટ મોડ પર
ગાંધીનગર કમાન્ડ કંટ્રોલ સેન્ટર એલર્ટ પર આવી ગયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત હુમલાની ખબરથી ધમધમી ઉઠ્યું છે. પાકિસ્તાનના હુમલાને પગલે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર પર રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ હાજર રહ્યાં. ગુજરાતના સરહદી વિસ્તારો ઉપર અને સ્થાનિક પ્રશાસન સાથે તાલમેલની કામગીરી થઈ રહી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચ્યા.

ગુજરાતના સર ક્રીક વિસ્તારમાં 6 ડ્રોન જોવા મળ્યા છે. તેમાંથી ત્રણને તટસ્થ કરવામાં આવ્યા હતા અને બાકીના ત્રણ હજુ પણ દેખાતા નથી.

બનાસકાંઠા-કચ્છમાં એલર્ટ
બનાસકાંઠાના બોર્ડરના વિસ્તારમાં તંત્ર અને પોલીસ પહોંચી ગઈ છે. નડાબેટ બોર્ડરના ગામોને એલર્ટ કરાયા છે. સૂઈગામના ગોલપપાડન, ગોલપ નેસડા, રડોસણ, મેઘપુરા, જલોયા, નડાબેટ, મસાલી, માધપુરા, દુદોસણ અને બોરું સહિત ગામોને એલર્ટ કરાયા છે. સુઇગામના 11 અને  વાવના 13 ગામોને એલર્ટ મોડ પર મૂકાયા છે. તો વાવના 13 અને સુઇગામના 11 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બ્લેકઆઉટ અપાયું છે. 

ગુજરાતના એરપોર્ટ બંધ કરાયા
મુન્દ્રા, જામનગર, હીરાસર(રાજકોટ), પોરબંદર, કેસોદ કંડલા અને ભુજ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ‌ સંઘવીના અધ્યક્ષ સ્થાને બેઠકનો પ્રારંભ થયો છે. ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલી પરિસ્થિતિમાં ગુજરાતના બોર્ડર વિસ્તારની સ્થિતિની સમીક્ષા છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, મેતુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news