જુનાગઢમાં શું રંધાઈ રહ્યું છે...! ગોપાલ ઈટાલિયાની ધમાકેદાર બેટિંગ પર મોહી ગયા ભાજપના નેતા

BJP Leader Praised Gopal Italia : ભાજપના નેતા થઈને જુનાગઢના નિલેશ ધુલેશિયાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી પોસ્ટ મૂકી. અંદરખાને શું રંધાઈ રહ્યું છે?
 

જુનાગઢમાં શું રંધાઈ રહ્યું છે...! ગોપાલ ઈટાલિયાની ધમાકેદાર બેટિંગ પર મોહી ગયા ભાજપના નેતા

Junagadh Politics : વિસાવદરનો ગઢ જીતીને ગોપાલ ઈટાલિયાએ ભાજપને ચારો ખાને ચિત્ત કરી દીધું છે. હવે ગોપાલ ઈટાલિયા રાજકારણના મેદાનમાં એવી બેટિંગ કરી રહ્યા છે કે, જેનાથી ભાજપી નેતાઓ પણ તેમની ચાલ ચાલી રહ્યાં છે. તો હવે ભાજપના નેતાઓ ગોપાલ ઈટાલિયાના જાહેરમાં ગુનગાના ગાઈ રહ્યાં છે. 

જુનાગઢના ભાજપના નેતા નિલેશ ધુલેશિયાએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં લાંબી લચક પોસ્ટ મૂકી દીધી છે. આ પોસ્ટમાં તેમણે ગોપાલ ઈટાલિયાના ભારોભાર વખાણ કર્યાં છે. તેમણે ગોપાલ ઈટાલિયાની કામગીરીની પ્રશંસા કરી. ગોપાલ ઈટાલિયા જે રીતે પ્રજાલક્ષી મુદ્દા ઉપાડી રહ્યાં છે, તે જોઈ તેઓ આફરીન થઈ ગયા છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિએ ભારે ચર્ચા જગાડી હતી. ત્યારે નિલેશ ધૂલેશિયાએ FB પર ગોપાલ ઈટાલિયાના વખાણ કર્યાં છે. 

નિલેશ ધૂલેશિયાએ પોસ્ટમાં શું લખ્યું 
વાહ ગોપાલ ભાઈ, જાહેર જીવન મા આપે ઉઠાવેલ આ વિષય ને બિન રાજકીય રીતે મૂલવીએ તો…
૧) ટી પી નો અંગ્રેજો થી ખરાબ કાળો કાયદો,,,,
૨) ખેડૂતો ની ખેતી ની જમીન ૪૦ % કાપી લેવી..
૩) જૂની બિનખેતી માં થી ૨૦ % જમીન કાપી લેવી. 
૪) ખેડૂતો કે પ્લોટ માલિક ને કોઈ વળતર નહીં…
૫)સામું કાયદા વિરૂધ્ધ બેટરમેન્ટ/ એમિનીટી ચાર્જ ટીપી ફાઇનલ થયા પેલા વસુલવા…
૬)Final plot મેળવવા ઓફિસર્સ ને કરપ્શન આપો તો થાઈ..
૭)પ્લોટ વેલિડેશન માં ૪૦% કપાત માં માત્ર ૧ રોડ બાદ આપવો. બાકી jmc/ juda ને સેલ્સ માટે ખેડૂત/માલિક એ પ્લોટ આપવો…
બીજો અધિકારી આવે એટલે રી-ઓપન કરે… પૈસા નો કોથળો ભરે… સરકાર ચૂપ રહે… ડેવલપર્સ/ગ્રાહકો ભય માં રહે... માર્કેટ માં મંદી આવે... સરકાર ને કાઈ ફેર ના પડે... ખરેખર જીવ બળે, ભગવાન બચાવે… કોઈકે તો બોલવું પડસે.. પ્રજા નું કઈક તો સરકાર વિચારે એવી આશા…

વખાણ કર્યા બાદ શું કહ્યું....
એક ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરતા મેં તેમની આ રજૂઆત મામલે વખાણ કર્યા હતા. ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે કોઈ પણ પાર્ટીનો ધારાસભ્ય હોય ખેડૂતોના મામલે બોલશે તો હું તેના વખાણ કરીશ. હું ભાજપમાં જ રહેવાનો છું પણ અત્યારે જે અધિકારી કલ્ચર આવી ગયું છે તેને પક્ષના હિતમાં દૂર કરવાની ખૂબ જ જરૂરિયાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news