લગ્નના 25 માં દિવસે પતિનો આપઘાત, પત્નીની પ્રેમલીલાની પોલ ખોલતી સ્યૂસાઈડ નોટ છોડી
Junagadh Suicide Case : લગ્નના 25 દિવસમાં 5 મિનિટનો વીડિયો બનાવી યુવકનો આપઘાત... પતિએ પત્રમાં લખ્યું, ચાંદની અને એના મામાએ મારી જિંદગી બગાડી, સજા નહીં મળે ત્યા સુધી મારી આત્મા ભટકશે
Trending Photos
Junagadh News : જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં જ એક યુવકે દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી છે. લગ્નના થોડા દિવસોમાં તેની પત્ની પિયરમાં ચાલી ગયા બાદ મનાવવા છતાં પાછી આવી ન હતી અને યુવકને ઘર જમાઈ બનવા માટે દબાણ કરતી હતી. જેથી હતાશ થયેલા યુવકે આપઘાતનું પગલું ભર્યું હતું. સાથે જ એક હૃદયસ્પર્શી સ્યૂસાઈડ નોટ પણ છોડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પિયુષ ગોહિલનાં લગ્ન એક મહિના પહેલા જ થયા હતા. એક મહિનાનાં લગ્નજીવનમાં જ પત્ની અને તેનાં મામાનાં ત્રાસથી કંટાળીને પિયુષ ગોહિલે પોતાનું જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું
યુવકે પોતાના મોત પહેલા એક વીડિયો બનાવ્યો હતો, તેમજ એક સ્યૂસાઈડ નોટ પણ છોડી છે. યુવકે સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે, મમ્મી-પપ્પા, મને માફ કરી દેજો! આ છોકરીએ મારી જીંદગી બગાડી નાખી છે, મારી ઘરવાળીનું તેના મામા સાથે લફરુ ચાલે છે, હું આ દુનિયા છોડીને જાઉં છું, મારા નાના ભાઈ તું, મમ્મી-પપ્પાને સાચવી લેજે.' સાથે જ પત્ની તેમજ મામાને કડક સજા કરવાની પણ વીડિયોમાં માંગ કરી છે.
યુવકે વીડિયોમાં શું કહ્યું...
મોત પહેલા પિયુષ ગોહિલે વીડિયો બનાવી કહ્યું કે, પત્ની ચાંદની અને તેના મામા જેતપુર આવવા માટે દબાણ કરે છે અને માનસિક રીતે ત્રાસ આપી હેરાન કરે છે. પિયુષભાઈએ વધુમાં કહ્યું કે, બંને જવાબદારને આજીવન કેદની સજા નહીં મળે ત્યાં સુધી મારી આત્માને શાંતિ નહીં મળે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે