Warning! દેશની સૌથી મોટી બેંક તરફથી ચેતવણી, જો ન માની વાત તો થશે ભારે નુકસાન

આજના ડિજિટલ યુગમાં સાઇબર ફ્રોડના કેસ સતત વધી રહ્યાં છે. લોકો સાથે અલગ-અલગ રીતે છેતરપિંડી કરવામાં આવી છે. તેવામાં સાયબર ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી બેંકે લોકોને ચેતવણી આપી છે.
 

Warning! દેશની સૌથી મોટી બેંક તરફથી ચેતવણી, જો ન માની વાત તો થશે ભારે નુકસાન

નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સામાન્ય લોકોને ફ્રોડથી સાવચેત રહેવાની સલાહ આપી છે. બેંકએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો જાહેર કરી જણાવ્યું કે કેટલાક છેતરનાર એસબીઆઈના નામ અને લોગોનો દૂરૂપયોગ કરી રહ્યાં છે અને ખોટા રોકાણ તથા શેર માર્કેટ ટિપ્સના નામ પર લોકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આ છેતરપિંડી કેવી રીતે થઈ રહી છે?
આ છેતરપિંડીમાં સામેલ લોકો સોશિયલ મીડિયા પર SBI ના નામે નકલી પ્રોફાઇલ બનાવે છે અને ભ્રામક જાહેરાતો પોસ્ટ કરે છે. આ લોકો દાવો કરે છે કે SBI દ્વારા 7 દિવસમાં પૈસા બમણા થઈ શકે છે. લોકોને WhatsApp ગ્રુપમાં ઉમેરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યાં કથિત રીતે મફત રોકાણ સલાહ આપવામાં આવે છે.

SBIનું સત્તાવાર નિવેદન
SBI કોઈને શેરબજારની ટિપ્સ આપતું નથી, કે એવી કોઈ યોજના ચલાવતું નથી જે ગેરવાજબી વળતરનું વચન આપે છે. જો કોઈ આવી યોજનાનો દાવો કરી રહ્યું છે, તો તે સંપૂર્ણપણે નકલી છે.

SBI ની સલાહ – આવા ફ્રોડથી બચો
સાવધાની રાખોઃ ખોટા રિટર્નનું વચન આપનાર જાહેરાત કે મેસેજ પર વિશ્વાસ ન કરો.

ખાતરી કરોઃ  SBI સાથે જોડાયેલ કોઈપણ સંદેશ કે જાણકારીની પુષ્ટિ કરવા માટે નજીકની શાખા કે સત્તાવાર વેબસાઇટ ચેક કરો.

ફરિયાદ કરોઃ કોઈ શંકાસ્પદ મેસેજ કે જાહેરાતની સૂચના મળે તો તત્કાલ બેંક કે સાઇબર સેલને ફરિયાદ કરો.

માત્ર સત્તાવાર સ્ત્રોત પર પુષ્ટિ કરોઃ રોકાણ કે બેંન્કિંગ નિર્ણય માટે માત્ર એસબીઆઈની સત્તાવાર ચેનલનો ઉપયોગ કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news