પત્ની અને સાસરિયાના ત્રાસથી પતિનો આપઘાત! 6 બહેનોએ હૈયાફાટ રુદનથી કહ્યું, હવે રાખડી કોને બાંધીશું...!
Youth Suicide Due to Wife Harassment : જુનાગઢમાં યુવકે પત્ની અને સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કરી. સ્યૂસાઈડ નોટમાં લખ્યું, મારી સાથે લગ્ન નહોતા કરવા જતો જિજ્ઞાસાએ મારી જિંદગી કેમ બગાડી, 6 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
Trending Photos
Junagadh News અશોક બારોટ/જુનાગઢ : વધુ એક પતિ પત્નીના ભોગે ચઢ્યો. જુનાગઢ જિલ્લાના કેશોદ ના અગતરાઈ ગામના યુવકે પત્ની અને સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરી છે. ત્યારે રક્ષાબંધન પહેલા 6 બહેનોએ એકનો એક બાઈ ગુમાવ્યો છે. બહેનોએ ભાઈ માટે ન્યાયની માંગ કરી. તો ભારે આક્રંદ સાથે બહેનોએ કહ્યું હવે રાખડી કોને બાંધશું
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામના નિલેશ દાફડાના લગ્ન બાવાની પીપળીમાં રહેતા કાના રાવલિયાની દીકરી જિજ્ઞાસા સાથે થયા હતા. મૃતક યુવકના પરિવારમાં છ બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. લગ્ન થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. બહેનોએ ઘણા સપના જોયા હતા કે, ભાઈનું લગ્નજીવન સુખી થશે અને પરિવાર આગળ વધશે.
પત્નીને મનાવવા ગયો, તો સાસરિયાએ માર માર્યો
લગ્નના એક મહિના પછી નિલેશ અને જિજ્ઞાસા વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. અંતે જિજ્ઞાસાએ પતિને છોડીને તેના પીપળીમાં પિયર ચાલી ગઈ હતી. નિલેશે તેને પાછી લાવવાના ઘણા પ્રયાસો કર્યા પણ સફળ ન થયો. નિલેશે તેની પત્ની પરત ન આવી, ત્યારે તે તેને સમજાવવા અને પીપળી ગયો હતો ત્યાં સાસરિયા પક્ષમાંથી સસરા કાના રાવલિયા, પત્ની જિજ્ઞાસા, અને અન્ય બે વ્યક્તિઓમાં કાજલ રાવલિયા અને તેનો પતિ નીતિન રાવલિયાએ ભેગા મળી નિલેશને ઢોર માર માર્યો હતો. આથી નિલેશને ખૂબ જ લાગી આવ્યું હતું.
મારી સાથે લગ્ન નહોતા કરવા જતો જિજ્ઞાસાએ મારી જિંદગી કેમ બગાડી
તેથી આ વિચારોમાં નિલેશે સ્યૂસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. સ્યૂસાઈડ નોટમાં તેણે ત્રાસ આપનાર વ્યક્તિઓના નામ લખ્યા હતા કે, ‘મારી હારે ફ્રોડ થયો હોવાથી હું આ પગલું ભરું છું. મને કાજલ રાવલિયા અને તેનો પતિ નીતિન રાવલિયા ધમકી આપી 10 લાખ રૂપિયા આપ, એમ કાના રાવલિયાએ પણ માંગણી કરી હતી. જિજ્ઞાસા રાવલિયાને મારી સાથે લગ્ન નહોતા કરવા તો મારી જિંદગી શું કામ બગાડી? હું મારી છ બહેનોનો એક ભાઈ હતો. હું સારી રીતે જીવતો હતો. મેં કોઈનું અત્યાર સુધીમાં ખરાબ નથી કર્યું તો મારી હારે કેમ એવું કર્યુ હું મરી જાઉં તો મને માફ કરજે.
અમારા ભાઈને મરવા મજબૂત કરનારને સજા થવી જોઈએ
નિલેશના મોત બાદ તેની તમામ બહેનો આઘાતમાં સરી પડી છે. ભારે હૈયે જણાવ્યું કે, છ બહેનો વચ્ચે તે એકનો એક ભાઈ હતો. અમે રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે. હવે અમે કોને રાખડી બાંધીશું? અમારા ભાઈને મરવા મજબૂર કરનાર જવાબદાર વ્યક્તિઓને કડકમાં કડક સજા થાય અને અમને ન્યાય મળે તેવી અમારી માંગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે