ગુજરાતી ચલચિત્ર પારિતોષિક-2023 જાહેર, આ ગુજરાતી ફિલ્મે મારી બાજી; આ અભિનેતાને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

Gandhinagar News: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે 'ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019' અંતર્ગત વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ હેઠળ ગુજરાતી ફિલ્મોના કલાકારો અને કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર અને પારિતોષિકો એનાયત કરવામાં આવે છે.

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક-2023 જાહેર, આ ગુજરાતી ફિલ્મે મારી બાજી; આ અભિનેતાને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

Gandhinagar News: ગુજરાતી ચલચિત્રો ગુણવત્તાયુક્ત બને અને તેને પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019 હેઠળ ગુજરાતી ચલચિત્રોના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે.

જે અંતર્ગત વર્ષ-2023ના સમયગાળા દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલા ગુજરાતી ચલચિત્રો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ 46 કેટેગરી પૈકી 40 કેટેગરીમાં પ્રોત્સાહક રકમ અને પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક વિજેતા કલાકાર-કસબીઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે.

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક-2023 જાહેર: વિજેતા કલાકારોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થશે 2 - image

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news