રમતા રમતા બોરવેલમાં પડેલા બાળકને ગામ લોકોએ બચાવ્યો, દિલધડક રેસ્ક્યૂનો Live વીડિયો
Kutch 8 year old fell borewell : કચ્છના બોરવેલમાં ખાબકેલા બાળકનું દિલધડક રેસ્ક્યૂ કરાયું. ગ્રામજનોની સૂઝબૂઝ થકી દોરડા વડે બાળકનું સફળ રેસ્ક્યૂ. બાળક રમતા રમતા 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો હતો
Trending Photos
Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : રાપરના ઉમૈયા ગામમાં બોરવેલમાં પડેલ બાળકને ગામ લોકોએ બચાવી લેવાયો છે. રમતાં રમતાં બાળક 100 ફૂટ ઊંડા બોરવેલ પડ્યો હતો. આ બાદ સાથી બાળકોએ ગામ લોકોને જાણ કરી હતી. ગામ લોકોની સૂઝબૂઝ થકી દોરડા વડે બાળકનો સફળ રેસ્ક્યુ કરાયો હતો. અને 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલા બાળકને રસ્સા વડે બહાર કઢાયો હતો.
રાપર તાલુકાના ઉમૈયા ગામે ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવતને સાર્થકનો કિસ્સો સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો, પરંતુ ગ્રામજનોની ત્વરિત અને સૂઝબૂઝભરી કાર્યવાહીથી તેનો આબાદ બચાવ થયો હતો. મિત્રો સાથે રમતાં રમતાં બાળક બોરવેલમાં પડ્યો હતો.
ઘટના મુજબ, બાળક તેના મિત્રો સાથે વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. રમતા રમતા તેઓ બોરવેલ પાસે પહોંચ્યા, જે પથ્થરથી ઢાંકેલો હતો. પથ્થર ખસેડીને અંદર જોવાની ઉત્સુકતામાં અચાનક રાકેશ બોરવેલમાં ગબડી પડ્યો હતો. તેના સાથી મિત્રો ગભરાઈને તરત જ ઘરે દોડી ગયા અને વડીલોને જાણ કરી. આ સમાચાર મળતા જ ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવાર અને સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો.
ગ્રામજનોની સૂઝબૂઝથી જીવ બચ્યો
આ ઘટનાની જાણ થતાં ગ્રામીણોએ ગભરાયા વગર સંયમ અને સમજદારી દાખવી. તેઓએ તાત્કાલિક બોરવેલ પાસે પહોંચી બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. રાકેશના રડવાનો અવાજ સાંભળીને તેના જીવિત હોવાની ખાતરી થઈ, જેથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગ્રામજનોએ ધીમેથી એક મજબૂત રસ્સો બોરવેલમાં નાંખ્યો અને બાળકને શાંતિથી સમજાવ્યો કે તે રસ્સાને પકડી લે. બાળકે રસ્સો પકડી લીધા બાદ ગ્રામજનોએ ધીમે ધીમે તેને સલામત રીતે બહાર કાઢ્યો. આ ચમત્કારિક બચાવમાં બાળકને ફ્રેક્ચર જેવી સામાન્ય ઈજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી.
આ દિલધડક રેસ્ક્યુનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકને ગ્રામજનોની સૂઝબૂઝે બચાવી લીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે