લગ્ન કરીને રાતે જ રફુચક્કર થઈ જતી લૂંટેરી દુલ્હનની ગેંગ ઝડપાઈ, મહિલાઓ મળીને કરતી મોટો કાંડ

Looteri Dulhan Gang : સુરતની પાંચ યુવતીએ બનાવી ‘લૂંટેરી દુલ્હન ગેંગ’... નકલી માતા-બહેનો બની ઓટો ચલાવનાર કાઝી પાસે યુવકના 1 લાખમાં નિકાહ કરાવ્યાં... રાત્રે જ દુલ્હન રફૂચક્કર થઈ જતી... તમામની ધરપકડ

લગ્ન કરીને રાતે જ રફુચક્કર થઈ જતી લૂંટેરી દુલ્હનની ગેંગ ઝડપાઈ, મહિલાઓ મળીને કરતી મોટો કાંડ

Surat News : સુરતમાંથી નકલી લગ્ન બાદ લોકો સાથે ઠગાઈ કરતી લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ છે. સુરતની યુવતી અમદાવાદના દિવ્યાંગ યુવક સાથે લગ્ન કરીને 1 લાખ લઈને ભાગી ગઈ હતી. લગ્નના દિવસે જ રાત્રે દુલ્હન માથાકૂટ કરીને પૈસા લઈને ભાગી ગઈ હતી. ત્યારે આ મામલે પોલીસે સુરતની નકલી દુલ્હનની આખી ગેંગ ઝડપી પાડી છે. 

પ્રપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતા એક દિવ્યાંગ યુવકના લગ્ન સુરતના અઠવા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. દિવ્યાંગ યુવક લૂંટેરી ગેંગની એજન્ટ હીનાના સંપર્કમાં આવ્યો હતો. તેના નિકાહ એજન્ટના મારફતથી સુરતની એક યુવતી સાથે નક્કી થયા હતા. 

એજન્ટે યુવકને જણાવ્યું કે, યુવતીના પિતા નથી, અને બે બહેનો જ છે.  યુવતીની માતા ઝરીના ખાતુન, બહેન તરીકે મુસ્કાન અને શાહિસ્તા, એજન્ટ તરીકે હીના (નરગીશબાનુ) ઓળખ કરાવાઈ હતી. તો 18 વર્ષીય સનાને નકલી દુલ્હન બનાવાઈ હતી. એજન્ટ મહિલાએ લગ્ન કરાવીને નકલી માતા-બહેન પણ ઉભા કર્યા હતાં. 

યુવક લગ્ન કરીને દુલ્હનને અમદાવાદ લઈ આવ્યો હતો. કાઝી તરીકે ઈર્શાદ પઠાણ નામના રીક્ષા ચાલકે નિકાહ પઢાવ્યા હતા. લગ્નના નામે યુવક પાસેથી 1 લાખ રૂપિયા લેવાયા હતા. પરંતું બાદમાં યુવતીએ સંપર્ક કાપી નાંખ્યો હતો. ભોગ બનેલા યુવકના પરિવારજનોએ સંપર્ક કરતાં દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. 

જેના બાદ યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે 5 આરોપી મહિલાઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પૂછપરછમાં સામે આવ્યું કે, તમામ મહિલાઓ લિંબાયત, નાનપુરા, અને સલાબતપુરા વિસ્તારોમાં રહે છે. તેઓ જુદી જુદી ઓળખ બનાવીને લગ્નના નામે યુવકોને છેતરે અને તેમની પાસેથી રૂપિયા લૂંટી લે છે. આ બાદ તમામ રૂપિયા સરખા ભાગે વહેંચી લેવાતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news