Relationship Tips: તમે એક હેલ્ધી રિલેશનશીપમાં છો કે નહીં જાણવું છે ? આ 5 પ્રશ્નોની મદદથી મળી જશે જવાબ
Relationship Tips: ઘણીવાર કપલ રિલેશનશીપને લઈને અવઢવમાં હોય છે તે તેઓ યોગ્ય વ્યક્તિ સાથે છે કે નહીં, તેમના સંબંધો કેટલા સ્ટ્રોંગ છે. સંબંધોના આ પ્રશ્નોની ચર્ચા કોઈ સાથે કરી પણ શકાતી નથી. પરંતુ જાતે તેનો જવાબ જાણી શકાય છે. અહીં દર્શાવેલા 5 પ્રશ્નોનો જવાબ તમને એ જણાવી દેશે કે તમે હેલ્ધી રિલેશનશીપમાં છો કે નહીં.
Trending Photos
Relationship Tips: શું તમે જાણવા માંગો છો કે તમારા સંબંધો કેટલા હેલ્ધી છે ? જો હા તો તેના માટે આજે તમને એક સરળ રસ્તો જણાવીએ. જો તમે સંબંધોનું ભવિષ્ય નક્કી કરવા માંગો છો અને જાણવા માંગો છો કે તમારા સંબંધો કેટલા મજબૂત છે કે પછી આ સંબંધ તમારા માટે યોગ્ય છે કે નહીં તો આ પ્રશ્નો તમને મદદ કરશે.
અહીં આપેલા 5 પ્રશ્નો પોતાની જાતને પુછો. અને આ પ્રશ્નોનો જવાબ ઈમાનદારીથી પોતાની જાતને આપજો. જો તમે ઈમાનદારીથી જવાબ આપશો તો જાણી જશો કે તમારા સંબંધો તમારા માટે સારા છે કે નહીં. જો આ પ્રશ્નોનો જવાબ પોઝિટિવ હશે તો તમારા સંબંધો હેલ્ધી હશે અને જો આ પ્રશ્નોનો જવાબ નેગેટિવ હશે તો તમારા સંબંધો બાબતો વિચારી અને સમજણપૂર્વક નિર્ણય કરવાની જરૂર છે તેવું માનવું.
આ પ્રશ્નોની મદદથી ટેસ્ટ કરો સંબંધોને
1. શું તમે સંબંધમાં ખરેખર ખુશ છો ? આ સંબંધના કારણે તમારો સારો ગ્રોથ થયો છે ?
2. શું તમે તમારા પાર્ટનરને ઈમોશનલી ટ્રસ્ટ કરો છો ? પાર્ટનર ઈમોશનલ નબળાઈનો લાભ લે છે ?
3. શું તમારે તમારા પાર્ટનરની સામે પોતાના વિચાર, આદતો કે પોતાના સપના વિશે વાત કરતાં પહેલા વિચારવું પડે છે ? અથવા તો એવો વિશ્વાસ છે કે તમારી વાત સાંભળી એ ખુશ થશે ?
4. સંબંધોમાં તમે નક્કી કરેલી મર્યાદાઓનું સમ્માન પાર્ટનર કરે છે ? તમારી ઈચ્છા, પસંદ-નાપસંદને તે મહત્વ આપી સ્વીકારે છે ?
5. શું તમારા માટેના બધા જ નિર્ણય તમે જાતે કરો છો કે પછી પાર્ટનર તમારા નિર્ણયને કંટ્રોલ કરે છે ?
રિલેશનશીપ એક્ટપર્ટ અનુસાર જો આ પ્રશ્નોમાંથી એક કે બે પ્રશ્નોનો જવાબ નેગેટિવ છે તો ગભરાવાની જરૂર નથી. તમારે એ સમજવું જોઈએ કે આવું શા માટે છે. તમે ધ્યાન આપો તો રિલેશન સુધરી શકે છે. પોતાના પાર્ટનર સાથે વાત કરીને તમે સમાધાન લાવી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે