પરફ્યૂમના નામે પોર્ન વેચવાના કેસમાં મોટો ખુલાસો : આરોપી રોજના 25-30 હજાર કમાતા, પોર્ન પેકેજ બનાવ્યા હતા
Sell Porn Packages Online : આ પર્ફ્યૂમમાં "અશ્લીલતાની ગંધ"...ઓફિસે કોડ નંબર લોકિંગ સિસ્ટમ, પેકેજ વેચાણ પર યુવતીઓને કમિશન... પોર્ન વીડિયો માટે અલગ અલગ પેકેજ બનાવાતા
Trending Photos
Surat News : સુરતમાં પરફ્યૂમની આડમાં ઓનલાઇન પોર્ન વીડિયો વેચનારા 8 આરોપીને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ આરોપીઓએ લોકોને આકર્ષવા મોડલનો ઉપયોગ કર્યો હતો. 18 વર્ષથી નાનાં બાળકોને પોર્ન વીડિયો વેચ્યા હોવાની પોલીસને શંકા છે.
ઓનલાઈન પરફ્યૂમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયો વેચાણ કરી બનાવટી બેક અકાઉન્ટમાં પૈસા મેળવતીગેંગનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે આઠ આરોપીઓને ઝડપી પાડી 7 લેપટોપ, 46 મોબાઈલ સહિત રૂ 11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જોકે, પોલીસ પૂછપરછમાં આરોપીઓ યોગ્ય જવાબ આપી નથી રહ્યાં. પરંતું તપાસમાં ખૂલ્યું કે, આરોપીઓ રોજના 25થી 30 હજાર કમાતા હતા.
પરફ્યૂમની આડમાં પોર્ન વેચનારા આરોપીઓની પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. સુરત કોર્ટે સોમવાર સુધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકાર પક્ષે દલીલ કરી હતી કે આરોપીઓએ NOM-31 એપનો ડેમો ગ્રાહકોને વોટ્સએપ પર મોકલતા અને આ માટે મોડલો અને ઈન્સ્ટાગ્રામ-ફેસબુક એડ કરનારના ફોટોનો ઉપયોગ કરતા હતા. NOM-31નું સબ્સક્રિપ્શન લેવા અને સાઈટ વિઝિટ કરવા આકર્ષિત કરે તેવી જાહેરાતો બનાવી હતી. આ જાહેરાતો માટે મોડલો સંકળાયેલી છે કે કેમ તેની તપાસ કરાશે.
ઈન્સ્ટાગ્રામ થકી ગ્રાહકોનો સંપર્ક કરાતો
સુરત એસઓજી પોલીસ ને બાતમી મળી હતી કે અડાજણ પ્રથમ સર્કલ પાસે BOULAVARD કોમ્પલેક્ષના ચોથો માળ પર આવેલી JUST VISIONARY ENTERTAINMENT" નામની ઓફિસમાં પોર્ન ફિલ્મ ઓનલાઈન વેચવામાં આવી રહી છે. જે બાતમીના આધારે એસઓજી પોલીસે ખાતે રેડ કરી ઓફીસમાં ઓનલાઈન પરફ્યૂમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયો વેચતા હોવાનું બહાર આવ્યું હતું. આ ગેંગ દ્વારા ઇન્સ્ટાગ્રામ થકી અલગ અલગ ગ્રાહકોના સંપર્ક કરી તેમને પોર્ન ફિલ્મ વેચતા હતા. ગ્રાહકો માટે પોર્ન ફિલ્મના અલગ અલગ પેકેજ રાખી તેમને વેચવામાં આવતા હતા. પોર્ન ફિલ્મના વેચાણના નાણાં બનાવાટી બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરતા હતા. આ રીતે અત્યાર સુધી મોટી રકમ ઉસેલી લીધી હોવાનું બહાર આવ્યું હતું.
છેલ્લા 3 મહિનાથી આરોપીઓ દ્વારા આ ઓફીસ ખોલી પોર્ન ફિલ્મ વેચવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન નંગ-૪૬ કિં.રૂ.૧૦,૩૦,૦૦૦/-, (૦૨) લેપટોપ - 2/3 કિં.રૂ.૧,૪૦,૦૦૦/-, (૦૩) CPU નંગ-૦૧ કિં.રૂ.૧૦,૦૦૦/-, (૦૪) રોકડા રૂ.૧૦,૦૦૦/-, (૦૫) ચેક બુક નંગ-૦૪ કિં.રૂ.૦૦/-, તથા (૦૬) ડેબીટ કાર્ડ નંગ-૦૯ કિં.રૂ.૦૦/- તમામ મળી કુલ્લે કિં.રૂ.૧૧,૯૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લેવામાં આવ્યો હતો.
પરફ્યુમની આડમાં ઓનલાઇન પોર્ન વીડિયો વેચનારા 8 આરોપીઓ
- મોં.ઈરફાન મુસ્તાક અંસારી
- વિનેશકુમાર સુરેશભાઇ પટેલ
- પુંજન કમલેશભાઇ પટેલ
- મયુરકુમાર બહાદુરસિંહ પરમાર
- જૈમીન સુરેશભાઈ ડોબરીયા
- શ્વેતુલ સુરેશભાઇ ડોબરીયા
- હર્ષ ઉર્ફે કાનો S/Oરમેશભાઇ પટેલ
- મિલન ચતુરભાઇ ગોંડલીયા
ગ્રાહકો માટે પોર્નના અલગ અલગ પેકેજ બનાવાયા હતા
સમગ્ર કેસ વિશએ એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, હાઈપ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે અને આર્થિક રીતે સધ્ધર થવાના હેતુથી પકડાયેલ આરોપીઓ પુર્વઆયોજીત કાવતરૂ રચી એકબીજાના મેળાપીપણામાં અન્ય વ્યક્તિઓના નામે બોગસ અને બનાવટી બેંક અકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા.બાદમાં અલગ અલગ "JUST VISIONARY ENTERTAINMENT" અને "Fourpirates ventures LLP"નામની કંપનીઓ બનાવી આ કંપનીઓનીમાં OT Tપ્લેટફોર્મ તેમજ TM પરફ્યુમ ની આડમાં ગ્રાહકો ઉભા કર્યા હતા. પ્રતિબંધિત પોર્ન વિડીયો VPN યુઝર થકી “porn hub", "brazzers", "vixen", "Naughty America" વગેરે પોર્ન વેબસાઈટ માફરતે ડાઉનલોડ કરી વસાબી સર્વર (wasabi server)માં અપલોડ કરી જેલીફીન એપ્લીકેશનને મોડીફાઈ કરી તેમાં NOM 31", "Ananta", "tmtea ching” ના લોગો લગાવતા. NOM 31", મારફતે રૂ699/- માં 1 months, 1199 3 માં 3 months 4999 રૂમાં 12 months ,જેવા અલગ અલગ પેકેઝ રાખી ગ્રાહકોને લલચાવાતા હતા. વેપલો કરી આ પોર્ન વીડિયોની રકમ બનાવાટી બેંક અકાઉન્ટમાં પડાવી ગંભીર ગુનાને અંજામ આપતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે