રાજકારણમાં જોડાવા અંગે સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલનું મોટું નિવેદન
Khodaldham Naresh Patel On Poltics : ખોડલધામના પાટીદારના અગ્રણી નરેશ પટેલને વારંવાર પૂછાય છે કે તેઓ રાજકારણમાં ક્યારે જોડાશે, ત્યારે તેમણે આખરે જવાબ આપી દીધો
Trending Photos
Gujarat Politicss : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ચાલતા શાબ્દિક વિવાદને લઈને કહ્યું લોકોએ પાંચ વર્ષ માટે ચૂંટીને મોકલ્યા છે તો કામ કરવા દેવું જોઈએ, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયા મામલે આપ્યું નિવેદન, મારી પાસે પ્રશ્ન આવશે તો ચોક્કસ નિરાકરણનો પ્રયત્ન કરીશ.
રાજકારણ અને સમાજ સેવા પર નરેશ પટેલનું મોટું નિવેદન
મહત્વનું છે કે, આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે જ્યારે તેમને રાજકારણમાં જોડાવા વિશે પુછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે, હું 2022માં જ સ્પષ્ટતા કરી ચુક્યો છું કે હું રાજકારણમાં નથી જોડાવાનો. હું માત્ર સમાજસેવા કરવા માંગું છું.
નરેશ પટેલે કહ્યુ કે, હું રાજકારણમાં નથી જોડાવાનો. લોકોના સારા કામમાં રોડાં ન નાખે તો સારું. સોશિયલ મીડિયામાં વિવાદો ન કરી કામ કરવા દો.
પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા તો પુરા કરવા જોઈએ
તો ગોપાલ ઈટાલિયા વર્સિસ કાંતિ અમૃતિયા વિવાદ પર નરેશ પટેલે આડકતરી ટકોર કરી. તેમણે કહ્યું કે, પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા તો પુરા કરવા જોઈએ. મારા પાસે પ્રશ્નના સમાધાન માટે આવશે તો નિરાકરણ કરીશ. મહત્વનું છે કે, વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના MLA કાંતિ અમૃતિયા વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે. બંને રાજીનામું આપી ફરીથી ચૂંટણી લડવાનો પડકાર આપ્યો છે. જે બાદ રાજકારણ ગરમાયું છે.
નરેશ પટેલ કોના સમર્થનમાં?
આમ, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાની ચેલેનેજ પોલિટિક્સમાં નરેશ પટેલની એન્ટ્રી થઈ છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, પ્રજા માટે 5 વર્ષ પૂરા કરો. ચેલેન્જ પોલિટિક્સના સમગ્ર પ્રકરણમા નરેશ પટેલનું વેઈટ એન્ડ વોચ જેવું વલણ છે. ચેલેન્જ પોલિટિક્સમાં નરેશ પટેલ કોના સમર્થનમાં તેના પર મૌન છે. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે સમાધાન કરાવવાની તૈયારી દર્શાવી હતી. સોશિયલ મીડિયામાં વિવાદ ન કરી સમાજના કાર્યો કરવા દેવા જોઈએ.
કેટલાક લોકો રોડા નાંખવાનું કામ કરે છે - નરેશ પટેલ
આ સાથે જ બન્ની ગજેરા, જિગીષા પટેલના બફાટ વિશે નરેશ પટેલે કહ્યું કે, સોશિયલ મીડિયાનો યુગ છે, ઘણા લોકો સમાજ માટે કામ કરતા લોકોના કામમાં રોડા નાખવાનું કામ કરતા હોય છે. સમાજ માટે જે કામ કરે છે તેને ફક્ત કામ કરવા દો. પાટીદાર સમાજ ખુબ મોટો સમુદાય છે. વર્ષ 2022માં મેં ક્લિયર કર્યું હતું કે રાજકારણમાં નહીં જોડાઉં. સમાજ માટે પણ અત્યારે શાંતિથી કામ કરવા દો તો સારું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે