'ભગવાન શિવ અને માતા પાર્વતીએ માનવ રૂપ લઈને નીલકંઠ વર્ણીની સેવા કરી', આ પુસ્તકમાં લખાયું હિન્ન કક્ષાનું લખાણ!
કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે ઝંપલાવ્યું છે અને જણાવ્યું છે કે નીલકંઠ ચરિત્ર પુસ્તક BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખાયું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકોમાં હિન્ન કક્ષાએ લખવું પડી રહ્યું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ માનવ રૂપ લઈ નીલકંઠ વર્ણીની સેવા કરી તેવું દર્શાવ્યું હતું.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજ્યમાં હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ જલારામ બાપા વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મુદ્દો હજું શમ્યો નથી, ત્યાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે ઝંપલાવ્યું છે. જી હા...કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે એક નિવેદનમાં જણાવ્યું છે કે નીલકંઠ ચરિત્ર પુસ્તક BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકોમાં હિન્ન કક્ષાએ લખવું પડી રહ્યું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ માનવ રૂપ લઈ નીલકંઠ વર્ણીની સેવા કરી તેવું દર્શાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયને નાણાં અને જમીનોના કૌભાંડો કરવામાં રસ હોય છે. ભાજપને મત આપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સનાતન ધર્મને લજવી રહ્યા છે.
વિજય રૂપાણીએ આવાસ બનાવવાના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો: ઇન્દ્રનીલ રાજગુરુ
રાજકોટમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુની પત્રકાર પરિષદ કરી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે RMC કમિશ્નર અને કલેકટરને અમે આવતા અઠવાડિયામાં આવેદનપત્ર આપશું. PPP આવસ યોજના માટે ગરીબ લોકોના મકાનો ખાલી કરાવવા માટે ધમકીઓ આપવામાં આવી રહી છે. કાલાવડ રોડ પર JP કન્ટ્રક્શનમાં વિજય રૂપાણી સહિતના ભાગીદાર હતા. RMC ને ટૂંકા સમયમાં જ જગ્યા આપી દેવામાં આવી અને PPP ધોરણે આવાસ બનાવવા આપી દેવામાં આવી. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવાસ બનાવવાના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
ક્યાંક બગીચાઓ આપી દઈ અને મત મેળવવા કામ કરવામાં આવ્યા: ઇન્દ્રનીલ રાજગુરુ
રાજકોટમાં અનેક જગ્યાએ બિલ્ડરોને લાભ કરાવવામાં આવી રહ્યા છે. ક્યાંક બગીચાઓ આપી દેવામાં આવ્યા છે અને મત મેળવવા કામ કરવામાં આવ્યા છે. અમે દરેક PPP આવાસની વિગતો મેળવી રહ્યા છીએ. ભાજપના ભ્રષ્ટ આગેવાનો અને અધિકારીઓને પૂછવા માંગુ છું કે તમારા પાસે સર્કિટ હાઉસ અને બાંગ્લાઓ હશે, પણ જો તમારા ઘરમાંથી ઉપાડી રસ્તા પર ફેંકી દેવામાં આવે તો શું થાય? આવતા અઠવાડિયા સુધીમાં જો કલેકટર અને મ્યુ.કમિશ્નર આ અંગે વિગતો જાહેર ન કરે તો લોકોને સાથે રાખી રજૂઆતો કરવામાં આવશે.
બરોડા, મોરબી અને રાજકોટ જેવા કાંડમાં આ સાહિત્યકારો ક્યાં જતા રહે છે?
સ્માર્ટ મીટર મુદ્દે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ નિવેદન આપ્યું હતું. જેમાં સાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરના વિડીયો મુદ્દે જે નિવેદન આપ્યું છે તે સંદર્ભમાં જણાવ્યું હતું કે લોક સાહિત્યકારોની ફરજ લોક જાગૃતિની હોઈ છે. મીટરની જે વાત કરી તે તે મીટરને બરોબર સમજીને લોક સાહિત્ય કાર તરીકે કામ કરવું જોઈએ. પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ જે કામ કર્યું તેવું લોક સાહિત્યકારે કરવું જોઈએ. બરોડા, મોરબી અને રાજકોટ જેવા કાંડમાં આ સાહિત્યકારો ક્યાં જતા રહે છે? જાહેર જીવનની રીડ ગણાય તે સરકારની કાકલૂદી કરવા માંડે તો સમાજને અધોગતિ થાય.
ભગવાન શિવ અને માતા પાર્વતીએ માનવ રૂપ લઈ નીલકંઠ વર્ણીની સેવા કરી તેવું દર્શાવ્યું હતું: ઇન્દ્રનીલ રાજગુરુ
કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે ઝંપલાવ્યુંને ફરી આગને ફરી ભભૂકતી કરી મૂકી છે.સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લિખિત વધુ એક પુસ્તકનો લખાણ વાયરલ થયું છે. બાળકો માટે લખાયેલ "નીલકંઠ ચરિત્ર" પુસ્તકમાં ભગવાન શિવ-પાર્વતીને ભગવાન નીલકંઠ વર્ણીની સેવા કરતા દર્શાવાયા. પુસ્તકના પેઈજ નંબર 10માં લખાયું છે " મેળામાં નીલકંઠની મહાદેવ અને પાર્વતીજીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સેવા કરી" હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ વખતે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયને નિશાને બનાવ્યો છે. તેમણે કહ્યું કે નીલકંઠ ચરિત્ર પુસ્તક BAPS સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકોમાં હિન્ન કક્ષાનું લખાણ લખવું પડી રહ્યું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીએ માનવ રૂપ લઈ નીલકંઠ વર્ણીની સેવા કરી તેવું દર્શાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયને નાણાં અને જમીનોના કૌભાંડો કરવામાં રસ હોય છે. ભાજપને મત આપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સનાતન ધર્મને લજવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે