Dal Rice vs Dal Roti: દાળ-ભાત કે દાળ સાથે રોટલી.. શરીર માટે વધારે સારું શું ? આજે જાણી જ લો

Dal Rice vs Dal Roti: કેટલાક લોકોને દાળ ભાત અતિ પ્રિય હોય છે તો કેટલાક લોકો ભાત ખાવાનું ટાળે છે તો તેઓ રોટલી ખાતા હોય છે. આ બંનેમાંથી શરીર માટે શું ફાયદાકારક છે આજે તમને જણાવીએ.

Dal Rice vs Dal Roti: દાળ-ભાત કે દાળ સાથે રોટલી.. શરીર માટે વધારે સારું શું ? આજે જાણી જ લો

Dal Rice vs Dal Roti: દરેક ઘરના ભોજનમાં કેટલીક સામ્યતાઓ હોય છે. સ્વાદ ભલે દરેક ઘરમાં અલગ અલગ હોય પણ બપોરના ભોજનમાં વસ્તુઓ લગભગ એક સમાન બનતી હોય છે. દરેક ભારતીય થાળીમાં તમને રોટલી, દાળ અને ભાત અવશ્ય જોવા મળશે. આ 3 વસ્તુઓની સાથે સાઈડમાં સલાડ, શાક, ચટણી, અચાર, પાપડ જેવી વસ્તુઓ પણ હોય છે. પરંતુ મુખ્ય આહાર આ 3 વસ્તુઓ હોય છે.

ઘણા લોકોને રોજ દાળ-ભાત ખાવા પસંદ હોય છે તો કેટલાક લોકો હેલ્થનું વિચાર ભાત ખાવાનું ટાળે છે અને પ્રોટીનયુક્ત દાળ રોટલી સાથે ખાતા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે દાળ-ભાત અને દાળ-રોટલીમાંથી શરીર માટે વધારે સારું શું ? જો તમને પણ ખબર ન હોય તો આજે તમને જણાવીએ આ બંને ફુડ કોમ્બીનેશનમાંથી વધારે સારું શું રહે છે ?

દાળ-ભાત

દાળ અને ભાત ગુજરાત સહિત દેશભરના રાજ્યોમાં ખવાય છે. સાઉથમાં તો ભાત તેમનો મુખ્ય આહાર છે. દાળ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે અને ભાત કાર્બ્સ પુરા પાડે છે. દાળ અને ભાત કંપ્લીટ ફુડ તરીકે એક મીલમાં લઈ શકાય છે. 

દાળ સાથે રોટલી

રોટલી ખાવાથી ફાઈબર મળે છે અને રોટલી ખાવાથી પાચન પણ સારું રહે છે. રોટલીમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે તેથી ડાયાબિટીસના દર્દી માટે ભાત કરતાં હેલ્ધી ઓપ્શન રોટલી છે. રોટલીનું પાચન થવામાં ભાત કરતાં વધારે સમય લાગે છે તેથી રોટલી ખાધા પછી વારંવાર ભુખ લાગતી નથી. દાળ અને રોટલી ખાવાથી વિટામિન્સ અને મિનરલ્સ શરીરને મળે છે. 

દાળ-ભાત ખાવાથી થતા લાભ

ભાતનું પાચન ઝડપથી થાય છે. તેથી પાચન માટે ભાત સારા રહે છે. ભાત શરીરને તુરંત એનર્જી આપે છે. ભાત ગ્લૂટન ફ્રી હોય છે તેથી જે લોકો ડાયટ પર હોય અથવા ગ્લૂટન પ્રત્યે સંવેદનશીલ હોય તેમણે ભાત ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. 

ભાત કે રોટલી દાળ સાથે શું ખાવું વધારે સારું ?

- જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે દાળ સાથે રોટલી ખાવી જોઈએ. તેનાથી બ્લડ શુગર સ્પાઈક થતું નથી. 
- જે લોકો ગ્લૂટનને અવોઈડ કરતા હોય છે તેમણે ભાત ખાવા જોઈએ. દાળ ભાત ખાવાથી તુરંત એનર્જી પણ મળે છે અને પાચન પણ ઝડપથી થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news