'પ્લેન ફાટ્યું પ્લેન...', અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલ વિશ્વાસ કુમાર રમેશે વર્ણવી ખૌફનાક કહાની
Ahmedabad Air India plane Crash: અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171, ટેક-ઓફ પછી તરત જ ક્રેશ થઈ ગયા બાદ ઘણા પરિવારો ઊંડા આઘાતમાં છે. આ ઘટનામાં એક અણધારી ઘટના પણ બની. વિમાનમાં બેઠેલા 242 લોકોમાંથી એક, રમેશ વિશ્વાસ, બચી ગયો. આ ઘટના પછી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, તેનો બીજો ભાઈ તે જ વિમાનમાં તેની સાથે હતો, તેનું ઠેકાણું હજુ સુધી જાણી શકાયું નથી.
Trending Photos
Ahmedabad Air India plane Crash: 40 વર્ષીય બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ આ ભયાનક અકસ્માતમાંથી બચી ગયા છે. તેમણે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, "ટેકઓફ થયાના ૩૦ સેકન્ડ પછી જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. વિમાનના ટુકડા મારી આસપાસ વિખરાયેલા હતા. કોઈએ મને પકડીને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયો."
વિશ્વાસ કુમાર રમેશ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યા હતા અને પોતાના 45 વર્ષીય ભાઈ અજય કુમાર રમેશ સાથે બ્રિટન પાછા ફરી રહ્યા હતા. વિશ્વાસે કહ્યું કે તેઓ 20 વર્ષથી લંડનમાં રહે છે, જ્યાં તેમની પત્ની અને બાળકો પણ રહે છે.
દિવનો રહેવાસી વિશ્વાસકુમાર રમેશ ગુરૂવારે બપોરે એર ઇન્ડીયાની AI૧૭૧ નંબરની ફલાઈટમાં બેસીને લંડન જઈ રહ્યો હતો. આ ફલાઈટ ઉડાન ભરતાની સાથે જ મેઘાણીનગરમાં આવેલ અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાતાની સાથે ભયંકર આગ લાગી હતી. જો કે, ફલાઈટમાં સવાર વિશ્વાસ સીટ નંબર ૧૧A પાસે બેઠ્યો હતો અને તેની સીટની બાજુમાં જ ઇમરજન્સી દરવાજો હતો.
ચમત્કાર!, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી ફક્ત એક વ્યક્તિ બચ્યો…#ahmedabadplanecrash #planecrash #airindia #airindiaplanecrash #AhmedabadAirport #airindia320 #meghaninagar #live #Livevideo #ZEE24KALAK pic.twitter.com/CG47Hgaqrk
— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2025
ફલાઇટ ક્રેશ થયા બાદ વિશ્વાસે આજુબાજુમાં મૃતદેહો જોઈને ગભરાઈ જઈને ઈમરજન્સી દરવાજો ખોલીને ત્યાંથી દોડતો દોડતો નિકળી ગયો હતો. આ બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક વિશ્વાસને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે એડિશનલ સુપ્રિટેન્ડ રજની પટેલે જણાવ્યુ કે, હાલમાં વિશ્વાસની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ પહેલા કરતા સારી છે.
તેમણે કહ્યું, અમે આગામી ફ્લાઇટમાં ભારત જવા રવાના થઈ રહ્યા છીએ. અમને આશા છે કે જેમ વિશ્વાસ સુરક્ષિત છે, તેમ અજય વિશે પણ કોઈ સારા સમાચાર મળે. જ્યારે વિશ્વાસને અકસ્માત વિશે પૂછવામાં આવ્યું કે તે કેવી રીતે ક્રેશ થયો, ત્યારે તેણે કહ્યું કે તેને પણ ખબર નથી કે વિમાન કેવી રીતે ક્રેશ થયું. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે તેને ખબર નથી કે તે કેવી રીતે બચી ગયો. પરિવાર રમેશના બચવાથી સંતુષ્ટ છે, પરંતુ અજય વિશે કંઈ ખબર ન હોવાથી તે દુખી છે. તેના પિતા અને માતાની સાથે, વિશ્વાસની પત્ની પણ ઊંડા આઘાતમાં છે. આખા વિસ્તારમાં શોકનું વાતાવરણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે