Heart Attack: હાર્ટ એટેક આવે તેની 2 મિનિટની અંદર આ કામ કરવામાં આવે તો ટળી શકે છે મોત
How to stop Heart Attack: અનેક લોકો માટે હાર્ટ એટેક જીવલેણ સાબિત થાય છે. પરંતુ જો સમય રહેતા જરૂરી ફર્સ્ટ એડ દર્દીને મળી જાય તો તેનો જીવ બચી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ હાર્ટ એટેકમાં દર્દીને ફર્સ્ટ એડ કેવી રીતે આપવાથી તેનો જીવ બચી શકે.
Trending Photos
How to stop Heart Attack: આજના સમયમાં હાર્ટ એટેકથી મોતની ઘટના વધી રહી છે. અવારનવાર સાંભળવા મળે છે કે લોકો પોતાની દૈનિક પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે હાર્ટ એટેક આવી જાય અને તેમનું મોત ઘટનાસ્થળે જ થઈ જાય. ઘણીવાર દર્દીનો જીવ હોસ્પિટલ પહોંચવાની સાથે થઈ જાય છે. આ સ્થિતિમાં જો દર્દીને હોસ્પિટલ પહોંચતા સુધીમાં શરુઆતની 2 મિનિટમાં યોગ્ય સારવાર મળી જાય તો તેનો જીવ બચી શકે છે.
હેલ્થ એક્સપર્ટ અને હૃદય રોગ નિષ્ણાંતો એવું જણાવે છે કે હાર્ટ એટેકથી મોતને ઘણી હદે ટાળી શકાય છે. જો એ વાતની ખબર હોય કે હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું જોઈએ ? સાથે જ એ જાણવું પણ જરૂરી છે કે હાર્ટ એટેકના લક્ષણો કયા હોય છે. આ લક્ષણો જણાતા જો વ્યક્તિને શરુઆતની 2 મિનિટમાં યોગ્ય સારવાર મળી જાય તો તેનો જીવ બચી શકે છે.
હાર્ટ એટેક ક્યારે આવે ?
હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હાર્ટ સુધી ઓક્સીજન અને રક્ત પહોંચાડતી ધમનીઓ બ્લોક થઈ જાય. સામાન્ય રીતે આ બ્લોકેજ પ્લાકના કારણે થાય છે. જે ફેટ, કોલેસ્ટ્રોલ કે અન્ય પદાર્થના જામી જવાથી થાય છે. જ્યારે આ પ્લાક ફાટી જાય છે તો તેના કારણે હાર્ટના સ્નાયૂ સુધી લોહી પહોંચતું નથી જેના કારણે હાર્ટ એટેક આવે છે.
હાર્ટ એટેકના લક્ષણો
હાર્ટ એટેક દરમિયાન વ્યક્તિને છાતીમાં દુખાવો, ખેંચાણ, દબાણ, ભારેપણું અનુભવાય છે. હાર્ટ એટેકમાં દુખાવો છાતીથી શરુ થઈ ડાબા હાથ, ખભા, ગરદન, જડબા, પીઠ સુધી ફેલાય શકે છે.
હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું ?
કાર્ડિયોલોજી એક્સપર્ટ અનુસાર હાર્ટ એટેક આવે એટલે ધમનીઓમાં ક્લોટ બની ગયો છે. આ ક્લોટને તોડવા માટે દર્દીને તુરંત 3 દવાઓ આપી સકાય છે. આ 3 દવાઓમાં ડિસ્પ્રિન, ક્લોપિદોગ્રેન અને કોલેસ્ટ્રોલની દવા એટોરવાસ્ટેટિનનો સમાવેશ થાય છે. આ 3 દવાનું મિશ્રણ દર્દીને આપવું જોઈએ. ધમનીમાં બનેલા ક્લોટને તુરંત તોડવા માટે 1 ડિસ્પ્રિન, 2 ક્લોપિડોગ્રેલ અને 1 એટોરવાસ્ટેટિન ટેબલ પાણીમાં ઘોળી પી લેવી જોઈએ અથવા ચાવી જવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે