સુરતનું ક્રાઈમ કોણ કન્ટ્રોલ કરશે? આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું બન્યું કેન્દ્ર, 70% ફ્રોડ સુરતથી થાય છે
Surat Crime News : સાયબર ફ્રોડનું એપી સેન્ટર બન્યું સુરત. 270 દિવસમાં 13 ખાનગી- 11 સરકારી બેંકમાં 1405 એકાઉન્ટ ખોલી 2600 કરોડથી વધુનું ફ્રોડ, દૈનિક સરેરાશ 5 ખાતાં ખૂલ્યાં
Trending Photos
Surat News : સુરતની ટેક્સટાઈલ અને હીરા નગરીની ઓળખ જાણે ભૂસાઈ રહી હોય તેમ આ શહેર હવે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર બની રહ્યું છે. 70 ટકા ફ્રોડ સુરત શહેરથી થઈ રહ્યાં છે. જે બતાવે છે કે, સુરત પોલીસ અને સરકાર શહેરમાં ક્રાઈમ રોકવા માટે અસફળ રહી છે.
સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારા માફિયાઓ માટે 'હબ' બની રહ્યું હોવાનું સામે આવ્યું છે. કારણ કે, છેલ્લા 9 મહિનામાં જ સુરત પોલીસે મસમોટા સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે. NCCR પોર્ટલ પર 3148 ફરિયાદો નોંધાઈ છે. જેમાં 70% ફ્રોડ એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હોવાનું ખૂલ્યું છે.
સુરતમાં સાયબર ફ્રોડ કરવા માટે શ્રમિક વર્ગના લોકોના એકાઉન્ટ ભાડે લેવામાં આવે છે. બેંક એકાઉન્ટના બદલામાં 5 થી 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. લોકોને એકાઉન્ટ વિના જાણે ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું. જેથી લોકો પર તેની નોટિસ આવી છે.
છેક, ચાઈનીઝ ગેંગના દબદબાવાળા દુબઈ, થાઈલેન્ડ, ક્યુબા સુધી નેટવર્ક છે. સુરત પોલીસે બેંક સાથે SOP તૈયાર કરવાની તૈયારી કરી રહી છે. સાથે જ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે બેંકોને એલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ છે.
ઓક્ટોબર 2024થી લઈને હાલ સુધીમાં 4 મોટા કિસ્સા ખુલ્યા હતા. 1039 બેંક એકાઉન્ટથી 200Cr ફ્રોડ થયા છે. દુબઈ ગેંગની સંડોવણી હોવાનું ખૂલ્યુ છે. 2050Crનું રેકેટ ક્યુબા સુધીના કનેક્શન સાથે એક બેંક ખાતામાં 72Crના સુધીના ટ્રાન્ઝેક્શન થયા છે. વિદેશી માફિયાઓ સુધી પહોંચવા સુરત પોલીસ સેન્ટ્રલ એજન્સીની મદદ લેશે તેવું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે