માત્ર 20 રૂપિયાની માથાકૂટમાં એકના એક દીકરાનો જીવ લીધો, ન્યાય માટે લોકો રસ્તા પર ઉતર્યો

Surat Crime News : સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય કિશોરની છરીના ઘા ઝીંકીને હત્યા... માત્ર 20 રૂપિયાની માથાકૂટમાં કિશોરને ઉતાર્યો મોતને ઘાટ.. રોષે ભરાયેલા લોકોએ કર્યો હંગામો... હત્યારાને ફાંસી આપવાની માગ... 
 

માત્ર 20 રૂપિયાની માથાકૂટમાં એકના એક દીકરાનો જીવ લીધો, ન્યાય માટે લોકો રસ્તા પર ઉતર્યો

Surat News : સુરતના કાપોદ્રામાં એક ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે. એકના એક સગીર દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ રણચંડી બનીને ન્યાય માટે રસ્તા પર ઉતરી હતી. વિરોધને પગલે પાંચ પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. 

ક્રાઈમ સિટી બન્યું સુરત
સ્માર્ટ સિટી સુરત શહેર દિવસેને દિવસે ક્રાઈમ સિટીનું ટાઈટલ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યાં છે. ત્યારે સુરતમાં અસામાજિક તત્વોએ એક નિર્દોષ સગીરનો જીવ લીધો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં નશાખોર શખ્સે 17 વર્ષીય પરેશ વાઘેલા નામના સગીરને ચપ્પુના ઘા મારી હત્યા કરી. આ ઘટનાને પગલે લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 15, 2025

 

બન્યું એમ હતું કે, 17 વર્ષનો પરેશ ઘરે જતો હતો ત્યારે ચપ્પુથી તેના પર હુમલો કરાયો હતો. જેમાં પરેશ વાઘેલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સગીરની હત્યા બાદ લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ઘેરાવ કર્યો હતો. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 15, 2025

 

તો બીજી તરફ, પોલીસ સ્ટેશનમાં પરિવારના કલ્પાંતથી વાતાવરણ ગમગીન થયું હતું. પરિવારે એકનો એક વ્હાલસોયો દીકરો ગુમાવ્યો છે. કાપોદ્રા પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 15, 2025

 

માત્ર 20 રૂપિયા જેવી નજીવી રકમ માટે આરોપીએ સગીરની હત્યા કરી હતી. ત્યારે સગીરની હત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ન્યાયની માંગ સાથે લોકો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news