સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જનાર શિક્ષિકાને મળ્યા જામીન, વિદ્યાર્થીના ઘરથી 1000 ફૂટ દૂર રહેવાનો આદેશ

Student Teacher Love : સુરતના 13 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકાએ તેની સાથે વડોદરાના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી... પોલીસ પૂછપરછમાં થયો મોટો ખુલાસો 

સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જનાર શિક્ષિકાને મળ્યા જામીન, વિદ્યાર્થીના ઘરથી 1000 ફૂટ દૂર રહેવાનો આદેશ

Surat Love Story ચેતન પટેલ/સુરત : સુરતના 13 વર્ષના વિદ્યાર્થી અને 23 વર્ષીય શિક્ષિકા ભાગી જવાનો મામલામાં પોલીસે શિક્ષિકા સામે પોક્સો અને અપહરણનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારે 23 વર્ષની શિક્ષિકાને શરતોને આધીન જામીન મળ્યાં છે. 

શિક્ષિકા માનસી નાઈની જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. વકીલ દ્વારા પોક્સો એક્ટની કલમો રદ્દ કરવા કરેલી દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ વિશે માહિતી આપતા શિક્ષિકાના વકીલ વાજીદ શેખે જણાવ્યું કે, આ કેસમાં પોક્સો એક્ટની કલમ દૂર કરવામાં આવી છે. શિક્ષિકાને શરતોને આધીન જામીન આપવામાં આવ્યાં છે. 

આ શરતો જણાવતા વકીલે કહ્યું કે, ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીના ઘરથી શિક્ષિકાએ 1000 મીટર દૂર રહેવું પડશે. જામીનના ત્રણ દિવસમાં શિક્ષિકાએ કાયમી સરનામું અને મોબાઈલ નંબર પુરાવા સાથે જાહેર કરવા પડશે. 

ઉલ્લેખનીય છે કે, શિક્ષિકા પોતાને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 13 વર્ષના કિશોરને લઈ શિક્ષિકા ભાગી ગઈ હતી. 

કોર્ટે ગર્ભપાતની આપી મંજૂરી
પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર 23 વર્ષીય શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થી ભાગી ગયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ આ બંને શામળાજી બોર્ડર પાસે મળી આવ્યા હતા. ત્યારબાદ મેડિકલ ટેસ્ટમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. આ મહિલાના પેટમાં કોનો ગર્ભ છે તે માટે ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ હવે કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી આપી છે. હવે કોર્ટે હોસ્પિટલના સુપ્રિડેન્ટેન્ટને તમામ મેડિકલ કાળજી સાથે ગર્ભપાતની મંજૂરી આપી છે.

ગુજરાત આવતા જ શિક્ષિકાને પકડી લેવાઈ
પોલીસ દ્વારા શિક્ષિકાને પકડવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી. ત્યારે પોલીસને એવી માહિતી મળી હતી કે, શિક્ષિકા વિદ્યાર્થી સાથે રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહી છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા માનસીને ઝડપી પાડી હતી અને માનસી સાથે વિદ્યાર્થી પણ પોલીસને મળી આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news