ગંભીરા પુલ સર્ચ ઓપરેશનમાં આ કેમિકલ બન્યું સૌથી મોટું અવરોધ, રેસ્ક્યૂ ટીમની આંખોમાં બળતરા થઈ

Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે ઋષિકેશ પટેલ પહોંચ્યા: કહ્યું- રેસ્ક્યૂમાં મુશ્કેલી ન પડે એટલે હું કે અન્ય મંત્રી ના આવ્યા, અત્યાર સુધી 19 ના મોત
 

ગંભીરા પુલ સર્ચ ઓપરેશનમાં આ કેમિકલ બન્યું સૌથી મોટું અવરોધ, રેસ્ક્યૂ ટીમની આંખોમાં બળતરા થઈ

Gujarat Bridge Collapse : મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો ત્રીજો દિવસ છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. હજી પણ, પુલ હોનારતમાં સર્ચ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે. પરંતું રેસ્ક્યૂની આ કામગીરીમાં એક ખતરનાક કેમિકલ વિલંબ બન્યું છે. 

એસિડથી રેસ્ક્યૂ ટીમને આંખમાં બળતરા થવા લાગી 
અત્યાર સુધી મહીસાગર નદીમાંથી 19 મૃતદેહો બહાર કઢાયા છે. રેસ્ક્યૂની કામગીરી હજી પણ ચાલી રહી છે. હજી પણ અનેક વાહનો નદીની માટીમાં ખૂંપાયેલા છે. પંરતું રેસ્ક્યૂ ટીમને અનેક અવરોધ આવી રહ્યા છે. જેમાં સૌથી મોટું જોખમ નદીમા ફેલાયેલું કેમિકલ છે. નદીમાં 98% ની સાંદ્રતાવાળા સલ્ફ્યુરિક એસિડ ટેન્કનું જોખમ વધારે છે. સોડા એસ ફેલાવવાને કારણે સખત બળતરા થવાની તકલીફ રેસ્ક્યૂ ટીમને થઈ રહી છે. સર્ચ ઓપરેશન ટીમને આંખોમાં બળતરા તેમ જ ખંજવાળ થવા લાગી છે. 

દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યુ કામગીરીને લઈ પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. હજુ બે લોકોનું સર્ચ ઓપરેશન નદીમાં ચાલી રહ્યું છે. તેમજ અનેક વાહનો હજી પણ નદીમાં છે. ત્યારે રેસ્ક્યૂ ટીમને જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે અકસ્માત સ્થળે રેસ્ક્યૂની કાર્યવાહી ચાલુ છે. ગઈકાલે સવારથી બચાવ અને પુનઃપ્રાપ્તિ કામગીરી સતત ચાલુ છે.NDRF, SDRF, BAMC, ફાયર વિભાગ, જે બચાવ ટીમનો ભાગ છે, સતત કામ કરી રહ્યા છે. 

મૃતકોના નામ 
1. રમેશભાઇ રાવજીભાઇ પઢિયાર
2. વૈદિકા રમેશભાઈ પઢીયાર
3. નૈતિક રમેશભાઈ પઢીયાર
4. વખતસિંહ મનુસિંહ જાદવ
5. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર
6. રાજેશભાઇ ઇશ્વરભાઇ ચાવડા
7. પ્રવિણભાઇ રાવજીભાઇ જાદવ
8. કાનજીભાઇ મેલાભાઇ માછી
9. જશુભાઇ શંકરભાઇ હરિજન
10. પર્વતભાઇ ભગવાનભાઇ વાગડીયા
11. મેરામણભાઈ પરવતભાઈ હાથીયા
12. વિષ્ણુભાઈ ખોડાભાઈ રાવળ
13. મોહનભાઇ ભીખાભાઇ ચાવડા
14. ભુપેન્દ્રસિંહ રતનસિંહ પરમાર
15. અતુલભાઇ જયંતીભાઈ રાઠોડ
16. યોગેશ મહેન્દ્રસિંહ ચૌહાણ
17. યોગેશભાઈ પ્રકાશભાઈ પટેલ
18. દિલીપભાઈ ઈશ્વરભાઈ પઢીયાર

પુલ દુર્ઘટના સ્થળે આવેલા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ્યા પણ બેદરકારી લાગે છે, સસ્પેન્શન ખાતાકીય કાર્યવાહી કરી છે. બેદરકારી અથવા જે પ્રકારના પગલા લેવાવા જોઈતા હતા તે નથી લેવાયા તેમાં જ પણ કાર્યવાહી થવાની હશે તે કરીશું. 

મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના અંગે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય.
પુલ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક ઇજનેર, બે નાયબ કાર્યપાલક ઈજનેર અને એક મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યાં. બ્રિજ દુર્ઘટના અંગે બનાવેલ કમિટીએ પ્રાથમિક અહેવાલ સોપ્યા બાદ લેવાયા પગલાં. વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં. જેમાં એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, યુ.સી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર અને આર.ટી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર તથા જે.વી.શાહ, મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news