જામનગરના સુવરડા ગામની સીમમાં એક ફાઈટર પ્લેન ક્રેશ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
Jamnagar News: જામનગરમાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. જામનગરના સુવરડા ગામ પાસે ફાઈટર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી ગઈ છે. હાલમાં ફાયર વિભાગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ છે અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
Trending Photos
Jamnagar News: જામનગર: જિલ્લાના સુવરડા ગામની સીમમાં એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં આ પ્લેન ક્રેશ થવાને કારણે આગ લાગી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા છે. ઘટનાને લઈને સ્થળ પર લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. પ્લેન ક્રેશ થવાને કારણે મોટા પ્રમાણમાં આગ ફેલાઈ હતી.
પ્લેન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી
જામનગર નજીક સુવરડા ગામની સીમમાં આ ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ ભયંકર આગ લાગી છે. હાલ તો ફાયર વિભાગ સ્થળ પર પહોંચી ગયો છે. પ્લેનના ટુકડા થઈ ગયા હતા.
દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
સુવરડા ગામ પાસે ફાઈટર પ્લેન ક્રેશ થવાના કારણે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ઘટના અંગેની જાણકારી મેળવી રહ્યા છે. આ પ્લેનમાં 2 પાયલટ સવાર હતા અને જેમાં 1 પાયલટનું મોત થયું છે અને અન્ય 1 પાયલટ સારવાર હેઠળ છે. ત્યારે અનેક ટુકડામાં પ્લેનનો કાટમાળ જોવા મળ્યો છે. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પ્લેન ક્રેશ થયું હોવાના કારણોની તપાસ શરૂ કરી છે.
જામનગરના સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થયું, દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટેગોટા#jamnagar #fighterplane #fighterplanecrash #viralvideo pic.twitter.com/X6zBod9O2r
— Zee 24 Kalak (@Zee24Kalak) April 2, 2025
સમગ્ર મામલે જામનગર એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે. જામનગર એસપીએ જણાવ્યું કે,આ ફાઈટર પ્લેનમાં 2 પાયલટ હાજર હતા. પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનનાં ટુકડે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્ર પણ તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યું હતું. જો કે, બીજી તરફ આ ઘટનાને લઈને ગામના લોકો પણ તુરંત આ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.
મહેસાણામાં ટ્રેઈની મહિલા પાયલોટનું પ્લેન ક્રેશ થયું હતું
રાજ્યમાં 31 માર્ચ 2025ના રોજ મહેસાણાના એરોડ્રોમ પર ચાલી રહેલા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરમાંથી ટ્રેનિંગ દરમિયાન એક નાના વિમાને ઉડાન ભરી હતું, જે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું છે. આ ઘટનામાં એક ટ્રેઈની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે