Lemon-Rock Salt Drink: ચોમાસામાં શરીરને ડિટોક્સ કરવા પીવું લીંબુ-સિંધવ મીઠાનું આ ડ્રિંક, શરીરનો થાક અને સુસ્તી તુરંત દુર થશે
Lemon-Rock Salt Drink: વરસાદી વાતાવરણમાં ઘણીવાર શરીર ભારે લાગે છે અને સતત થાક અનુભવાય છે. બદલતા વાતાવરણમાં સુસ્તી અને પાચન સંબંધિત સમસ્યા પણ રહે છે. આવામાં જો તમે રોજ સવારે લીંબુ અને સિંધવ મીઠાનું આ ડ્રિંક પીવો છો તો શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Trending Photos
Lemon-Rock Salt Drink: ચોમાસામાં ગરમીથી તો રાહત મળી જાય છે પરંતુ શરીર પર તેની અસર જોવા મળે છે. વાતાવરણમાં ભેજના કારણે ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. ચોમાસામાં સુસ્તી, થાક અને પેટની સંબંધિત સમસ્યા વધી જાય છે. તેવામાં એક સામાન્ય ઉપાય કારગર સાબિત થઈ શકે છે. લીંબુ અને સિંધવ મીઠાનું આ ડ્રિંક શરીરને હાઈડ્રેટ કરે છે અને શરીરમાં જામેલી ગંદગીને બહાર કાઢવામાં મદદ પણ કરે છે. રોજ સવારે આ પાણી પીવાથી શરીરનું ભારેપણું દુર થઈ શકે છે અને એનર્જી જળવાઈ રહે છે.
વરસાદી વાતાવરણમાં તરસ ઓછી લાગે છે. જેના કારણે મોટાભાગના લોકો પાણી પુરતા પ્રમાણમાં પીતા નથી. આ સમસ્યા દુર કરવા લીંબુ અને સિંધવ મીઠું ફાયદાકારક સાબિત થાય છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે ચોમાસામાં તરસ ઓછી લાગે તેનો અર્થ એવો નથી કે શરીરને પાણીની જરૂર ન હોય. વરસાદમાં હવામાં ભેજ વધી જાય છે જેના કારણે મગજને તરસનો અનુભવ ઓછો થાય છે. પરંતુ શરીરમાંથી પાણી અને જરૂરી મિનરલ્સ નીકળતા રહે છે જેના કારણે થાક, સુસ્તી, લો એનર્જી, ભુખ વધારે લાગવી, કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.
લીંબુ અને સિંધવ મીઠાના ફાયદા
લીંબુમાં વિટામિન સી હોય છે જે શરીરની ઈમ્યુનિટી વધારે છે અને ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. સિંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ નેચરલ ઈલેક્ટ્રોલાઈટ છે જે શરીરમાં પાણી અને મિનરલ્સનું સંતુલન બનાવી રાખે છે. આ ડ્રિંક એક નેચરલ ડિટોક્સની જેમ કામ કરે છે.
થાક અને ભારેપણું દુર કરે
ચોમાસામાં ભેજના કારણે શરીર ભારે થઈ જાય છે અને થાક લાગે છે. જો સવારે તમે હુંફાળા પાણીમાં અડધું લીંબુ અને એક ચપટી સિંધવ મીઠું મિક્સ કરી પીવો છો તો તેનાથી ડાયજેશન ઠીક રહે છે અને આખો દિવસ એનર્જી અનુભવાય છે.
સ્કિન પર થશે અસર
લીંબુ અને સિંધવ મીઠું શરીરને સાફ કરે છે જેના કારણે સ્કિન પર પણ નિખાર દેખાય છે. આ ડ્રિંક સવારે પીવાથી પેટ સાફ થાય છે. તેના કારણે ચહેરા પર ખીલ કે ડલનેસની સમસ્યા રહેતી નથી. આ ડ્રિંક રોજ પીવાથી ગૈસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યા દુર થાય છે.
જો કે લીંબુ અને મીઠું સવારે લેતા પહેલા એ લોકોએ ડોક્ટરની સલાહ લેવી જેમને બ્લડ પ્રેશર કે અન્ય કોઈપણ મેડિકલ સમસ્યા હોય.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે