40 લાખની ગાડી છતાં, ટોલ ટેક્સ ભરવામાં ભાઈને જોર આવ્યો! રિવોલ્વર કાઢીને પાવર બતાવ્યો
Ahmedabad Bhavnagar Highway : અમદાવાદ-ભાવનગર હાઈવે પર એક શખ્સે ટોલ પ્લાઝાના શખ્સો સાથે બબાલ કરી હતી. ઘટનાના 6 દિવસ બાદ વીડિયો સામે આવ્યા
Trending Photos
Bhavnagar News ; અમદાવાદ ભાવનગર હાઈવે પર થોડા દિવસ પહેલા ટોલનાકા પર થયેલી બબાલનો વીડિયો સામે આવ્યો છે. 6 દિવસ પહેલાં ભડભીડ ટોલનાકા પર માથાકૂટ થઈ હતી. જેમાં કાર લઈને આવેલા પરિવારે ફાસ્ટેગ મુદ્દે બબાલ કરી હતી. પરિવારના એક સભ્યે રિવાલ્વર કાઢી ધમકી આપી હતી. ત્યારે હાલ ઘટનાનાં CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર- અમદાવાદ નેશનલ હાઈવે પર છ દિવસ પહેલા ભડભીડ ટોલનાકા પર થયેલ માથાકૂટના લાઇવ વીડિયો સામે આવ્યા છે. કાર લઈને જઈ રહેલા પરિવાર સાથે ભડભીડ ટોલનાકા પર ફાસ્ટેગ સ્કેન બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં કારમાં સવાર એક શખ્સે રિવોલ્વર પણ કાઢી હોવાનું દ્રષ્યમાં દેખાય રહ્યું છે.
ઘટનાના લાઈવ વીડિયો અને CCTV પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જોકે આ બનાવને આજે છ દિવસ વીતી ગયા છતાં સનેસ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. સનેસ પોલીસના અધિકારી સાથે પણ વાતચીત થઈ તેમને આ ઘટના અંગે પુષ્ટિ કરી છે. જોકે તેમણે કહ્યું કે અમારી સુધી હજી સુધી કોઈ ફરિયાદ કરવા માટે આવ્યું નથી માટે કોઈ પગલાં લેવાયા નથી.
ચોંકાવનારી બાબત એ છે કે, ભાવનગરમાં સામાન્ય જેવી લાગતી બાબતોમા રિવોલ્વર નીકળે છે, જેના વીડિયો પણ વાયરલ થાય છે. આમ છતાં ભાવનગરની પોલીસ સંજ્ઞાન પણ લઈ શક્તી નથી અને કાર્યવાહી પણ કરી શકતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે