Health Tips: આ 7 લક્ષણ જણાય તો સમજવું તમે ઓછું પાણી પી રહ્યા છો, વોટર ઈનટેક વધારશો એટલે તબીયત સારી થઈ જશે

Dehydration Symptoms: ફક્ત ઉનાળામાં જ નહીં કોઈપણ ઋતુમાં જો શરીરની જરૂરીયાત અનુસાર પાણી પીવામાં ન આવે તો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. જો તમને શરીરમાં 7 લક્ષણ જણાય છે તો તે ઈશારો છે કે તમે જરૂર કરતાં ઓછું પાણી પી રહ્યા છો.
 

Health Tips: આ 7 લક્ષણ જણાય તો સમજવું તમે ઓછું પાણી પી રહ્યા છો, વોટર ઈનટેક વધારશો એટલે તબીયત સારી થઈ જશે

Dehydration Symptoms: આપણું શરીર બરાબર રીતે કામ કરતું રહે અને નિરોગી રહે તે માટે જરૂરી છે કે તેમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય તો શરીરમાં સમસ્યાઓ શરૂ થઈ જાય છે. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો ડીહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. મોટાભાગે ડીહાઇડ્રેશન ઉનાળામાં થાય છે પરંતુ ઋતુ કોઈ પણ હોય શરીરની પાણીની જરૂરિયાતો પૂરી થાય તે જરૂરી છે. 

શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો કોઈ ગંભીર સમસ્યાના નથી હોતા. પરંતુ આ લક્ષણો દ્વારા શરીર સંકેત આપે છે કે તમે ઓછું પાણી પી રહ્યા છો. જો સમયસર આ સંકેતોને સમજીને તમે પુરતા પ્રમાણમાં પાણી પીવાની શરૂઆત કરી દેશો તો સ્થિતિ નોર્મલ થઈ જશે. 

શરીરમાં પાણીની ઉણપના સંકેતો 

પેશાબનો રંગ બદલવો 

શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય ત્યારે પેશાબનો રંગ ડાર્ક થવા લાગે છે. પેશાબનો રંગ પીળો અથવા તો સંતરી રંગનો થવા લાગે તો સમજી લેવું કે પાણી વધારે પીવાની જરૂર છે. 

કબજિયાત 

જ્યારે તમે પાણી ઓછું પીવો છો તો ખોરાકનું પાચન સારી રીતે થતું નથી અને પરિણામે કબજિયાત થઈ જાય છે જેના કારણે મળત્યાગ કરવામાં તકલીફ પડે છે. કબજિયાત થાય ત્યારે પણ દિવસ દરમિયાન પાણી વધારે પીવાનું શરૂ કરવું જોઈએ. 

માથામાં દુખાવો અને થાક 

જો શરીરમાં પાણી ઓછું હોય તો માથામાં દુખાવો થવા લાગે છે અને થાક પણ લાગે છે. પૂરતા પણ પ્રમાણમાં પાણી પીવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જાય છે. 

મોઢામાંથી વાસ આવવી 

જો શરીરની જરૂરિયાત કરતા ઓછું પાણી પીવાતું હોય તો મોંમાંથી દુર્ગંધ આવે છે. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાતું હોવાથી મોઢામાં બેક્ટેરિયા વધવા લાગે છે અને સલાઈવા પણ ઓછું બને છે જેના કારણે મોંમાંથી વાસ આવે છે. 

મસલ્સમાં દુખાવો 

જો તમે યોગ્ય માત્રામાં પાણી નહીં પીવો તો શરીરમાં બ્લડ ફ્લો સારી રીતે થતું નથી. પરિણામે સ્નાયુમાં દુખાવો અને સ્નાયુ જકડાઈ જવા જેવી તકલીફ થવા લાગે છે. 

ગળુ સુકાઈ જવું

જો તમે ઓછું પાણી પીશો તો તમારું મોઢું અને ગળુ વારંવાર સુકાઈ જશે અને ડ્રાયનેસ લાગશે. જો તમને આવો અનુભવ થતો હોય તો પાણી પીવાની શરૂઆત કરી દો. 

સ્કિન ડ્રાય થઈ જશે 

શરીરની અંદર પાણી ઓછું હોય તો ત્વચા પર તેની અસર દેખાવા લાગે છે. જો તમે પૂરતા પ્રમાણમાં પાણી નહીં પીવો તો ત્વચા ડ્રાય થઈ જશે. ખાસ કરીને હોઠ ફાટવા લાગશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news