Chia Seeds: આ 2 વસ્તુ સાથે ચિયા સીડ્સ ખાવ તો ઝડપથી વજન ઘટે, બેડ કોલેસ્ટ્રોલ પણ થશે કંટ્રોલ
Chia Seeds: ઘણા લોકો ચીયા સીડ્સ ખાતા પણ હશે. અને કેટલાક લોકો એવા પણ હશે જેમને કોઈ રીઝલ્ટ મળ્યું નહીં હોય. આવું એટલા માટે થાય છે કે ચિયા સીડ્સને યોગ્ય રીતે ખાવામાં ન આવે. ચિયા સીડ્સનું સેવન કેટલીક વસ્તુઓ સાથે કરવામાં આવે તો ઝડપથી અસર કરે છે.
Trending Photos
Chia Seeds: વધારે વજન અને પેટની ચરબી આજના સમયની સૌથી સામાન્ય સમસ્યા છે. સામાન્ય એટલે કે પાંચમાંથી એક વ્યક્તિને આ તકલીફ હોય છે. વધતું વચન પોતાની સાથે ઘણી બધી બીમારીઓનું રિસ્ક પણ વધારે છે. જો તમે પોતાનું વજન ઘટાડીને ફિટ રહેવા માંગો છો અને વજન મેઇન્ટેન કરવા માંગો છો તો યોગ્ય લાઈફસ્ટાઈલ ફોલો કરવી જોઈએ. વજન મેન્ટેન કરવાનો અન્ય એક ફાયદો એ પણ છે કે તમારી પર્સનાલિટી પણ સુધરી જાય છે.
વજન ઘટાડવા માટે એક્સરસાઇઝની જેમ યોગ્ય જીવનશૈલી પણ ફોલો કરવી જોઈએ. હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવાથી ઝડપથી વજન ઘટી શકે છે. હેલ્ધી લાઈફસ્ટાઈલમાં સૌથી પહેલા આવે છે કે તમે શું ખાવ છો. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી વેઇટ લોસની ઝડપી થાય છે. આવી અનેક વસ્તુઓમાંથી એક વસ્તુ છે ચિયા સીડ્સ.
ચિયા સીડ્સથી વજન કેવી રીતે ઘટે?
ચિયા સીડ્સ ફાઇબર નો સૌથી સારો સોર્સ છે. ડાયટરી ફાઇબર શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ચિયા સીડ્સ પણ આ કામ કરે છે અને શરીરને પોષણ આપે છે. ચિયા સીડ્સમાં પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડ પણ હોય છે જે મસલ્સ સ્ટ્રેન્થ વધારે છે. ચિયા સીડ્સનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ નથી લાગતી.
કઈ વસ્તુઓ સાથે ખાવા ચિયા સીડ્સ ?
ઝડપથી વજન ઘટાડવું હોય તો ગ્રીન ટી સાથે ચિયા સીડ્સનું સેવન કરી શકાય છે. ગ્રીન ટીમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. ગ્રીન ટી સાથે ફેટ બર્નિંગ તત્વ ઝડપથી અસર કરે છે. ગ્રીન ટીમાં ચિયા સીડ્સ મિક્સ કરીને પીવાથી વજન ઝડપથી ઉતરે છે અને ક્રેવિંગ પણ ઓછી થાય છે. તેના માટે એક ચમચી ચિયા સીડ્સને પાણીમાં પલાળી દેવા અને પછી ગ્રીન ટી બનાવો ત્યારે તેમાં પલાળેલા સીડ્સ ઉમેરીને પી લેવા.
લેમન જ્યુસ સાથે જ છીએ
લીંબુ પાણીમાં ચિયા સીડ્સ પલાળીને પીવાથી પણ વજન ઝડપથી ઉતરે છે. તેનાથી શરીરમાં જામેલા ટોક્સિન સાફ કરવામાં મદદ મળે છે અને શરીરનું ફેટ ઓછું થાય છે. લીંબુ પાણીમાં ચિયા સીડ્સ ઉમેરીને પીવાથી બોડી ડીટોક્સિફિકેશન થાય છે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી તેમાં સંચળ અને પલાળેલા ચિયા સીડ્સ મિક્સ કરીને પી જવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે