આરોગ્ય ક્ષેત્રે રિસર્ચ માટે રાજ્ય સરકાર આપશે 10 લાખની સહાય, આ સ્કીમને મળી મંજૂરી
રિસર્ચ પ્રોજેક્ટ મંજૂર કરવા માટે સ્ટેટ રીસર્ચ એડવાઇઝરી કમીટી સમીક્ષા કરશે અને વિભાગની સ્ટેટ સમીતિ મંજૂરી આપશે. પ્રોજેક્ટ્સ એક થી ત્રણ વર્ષની સમય મર્યાદાના હોવા જરૂરી છે.
Trending Photos
ગાંધીનગરઃ તબીબી વિજ્ઞાની અંદરમાં નવા જ્ઞાન, નિદાન અને ચિકિત્સાની નવી પધ્ધતિઓન તેમજ રોગોનો બોજ, તેના ફેલાવા, તેની પાછળના પરિબળો પર સંશોધન કરી શકાય તેમજ રાજયમા તબીબ સંશોધનના માહોલને પ્રોત્સાહન મળે તે માટે જનહિતલક્ષી બનાવવા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નવીન યોજના “સ્કીમ ફોર પ્રમોટીંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર” શરૂ કરવામાં આવી છે. જેને વહીવટી મંજૂરી અપાઇ છે.
જે અંતર્ગત રાજ્યની સરકારી મેડિકલ કૉલેજીસ, જીલ્લા/પેટા જીલ્લા અને સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ ખાતેના ફેકલ્ટી / તજજ્ઞો કે જેમાં MBBS / MS/ MD/ MCH/ DM/ DNB અથવા એલાઇડ સંવર્ગના PhD ઘરાવનાર ફેકલ્ટીને લાભ આપવામાં આવશે.
આ યોજના હેઠળ રીસર્ચ સહાય આપવા માટે પ્રોજેક્ટ દીઠ મહત્તમ રૂ. 10 લાખનું ભંડોળ / ગ્રાન્ટ આપવામાં આવશે.
રૂ. 10 લાખથી ઉપરના પ્રોજેક્ટ માટે ભારત સરકારની સ્કીમ,ICMR અને અન્ય ઓર્ગેનાઇઝેશન અથવા અન્ય રીસર્ચ સ્કીમમાંથી અનુદાન મેળવવા રાજય સરકાર દ્વારા ભલામણ કરવામાં આવશે.
ડૉકટરો દ્વારા હાથ ધરવામાં આવનાર રીસર્ચ પ્રોજેક્ટ એક થી ત્રણ વર્ષની સમયમર્યાદામાં હોવા ખુબ જ જરૂરી છે.
આ અંગે મળનાર ભંડોળનો ઉપયોગ રીસર્ચ એક્ટિવિટી સંલગ્ન ફિલ્ટ એક્ટિવિટી, ટ્રાન્સપોર્ટ, ડોક્યુમેન્ટેશન, કંઝ્યુમેબલ અન્ય આનુષંગિક ખર્ચ માટે કરવાના રહેશે.
આ સિવાય માળખાકીય બાબતમાં મહત્તમ પ્રોજેક્ટ દીઠ ત્રણ લાખની મર્યાદામાં ખર્ચ કરી શકાશે. જે કુલ ઉપલબ્ધ ભંડોળ 10 લાખની મર્યાદામાં રહેશે. તે સિવાય અન્ય ખરીદી કરવાની રહેશે.
રીસર્ચ પ્રોજેક્ટ મંજૂર કરવા માટે સ્ટેટ રીસર્ચ એડવાઇઝરી કમીટી રિસર્ટ પ્રપોઝલની સમીક્ષા કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર વિશ્વમાં જેનેટિક્સ, ટાર્ગેટેડ ડ્રગ્સ ડિલીવરી, પર્સનલાઇઝ્ડ મેડિસિન, સ્ટેમ સેલ થેરપી, રિજનરેટિવ મેડિસિન પ્રકારના વૈશ્વિક કક્ષાએ નવતર પ્રયાસો અને સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અત્યાધુનિક અને એવિડંસ બેઝ્ડ મેડિસિન તરફ જવા માટે આ સ્કીમ આશીર્વાદરૂપ બની રહેશે.
આ યોજનાથી રાજયમાં હેતુલક્ષી રિસર્ચનો આધાર લઈ અત્યારે જે રિસર્ચ કરવામાં આવે છે તેમાં સુધારો કરીને પરિણામલક્ષી બનાવવા, નવી દવાઓ - નવી પદ્ધતિઓ – નવતર પ્રયાસોની અસરકારકતાને વધુ સક્ષમતાથી જાણવા અને અધ્યતન ટેકનોલૉજીના ઉપયોગથી રિસર્ચને વેગ મળશે અને રાજય દ્રારા તબીબી વિજ્ઞાનના વિકાસમાં યોગદાન મળી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે