યુરિક એસિડનો ખાત્મો કરશે આ દેશી જડીબુટ્ટી, સાંધાના દુખાવાથી રાહત મેળવવા આ રીતે સેવન કરો
જો તમે પણ યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો તમારે કેટલીક જડીબુટ્ટીને તમારા ડેલી ડાયટ પ્લાનમાં જરૂર સામેલ કરવી જોઈએ.
Trending Photos
Uric Acid: ખરાબ લાઇફસ્ટાઇલ અને અનહેલ્ધી ડાયટ પ્લાનને ફોલો કરવાને કારણે લોકો યુરિક એસિડની સમસ્યાનો શિકાર બની જાય છે. હાઈ યુરિક એસિડને કારણે લોકોએ સાંધામાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો તમારે તમારા ડાયટ પ્લાનમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે. ઔષધીય ગુણોથી ભરપૂર કેટલીક જડીબુટ્ટી તમારી આ સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
કરી શકો છો ત્રિફલાનું સેવન
તમને જણાવી દઈએ કે ત્રિફલા ન માત્ર તમારા શરીરમાંથી કચરો બહાર કાઢે છે પરંતુ યુરિક એસિડની સમસ્યા ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. દરરોજ રાત્રે એક ચમચી ત્રિફલા ચૂર્ણને હુંફાળા પાણી સાથે લઈ શકાય છે. સારૂ પરિણામ હાસિલ કરવા માટે ત્રિફળાનો ઉકાળો બનાવી પી શકાય છે.
ફાયદાકારક સાબિત થશે આદુ
આદુમાં જોવા મળતા તત્વ યુરિક એસિડની સમસ્યાથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આદુના રસને મધની સાથે મિક્સ કરી લો અને પછી તેનું સેવન કરો. યુરિક એસિડથી થનાર સાંધાનો દુખાવો દૂર કરવા માટે આદુની ચાનું સેવન કરી શકાય છે.
તમે ગિલોયનું સેવન કરી શકો છો
આયુર્વેદ અનુસાર, ગિલોય જેવી જડીબુટ્ટીઓ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે 10 થી 20 મિલીલીટર ગિલોયનો રસ સવારે ખાલી પેટે પી શકો છો. આ સિવાય ગિલોયની ડાળીને પણ ઉકાળીને તેનો ઉકાળો બનાવીને તેનું સેવન કરી શકાય છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે