Hing Benefits: ફક્ત ગેસમાં જ નહીં ડાયાબિટીસમાં પણ હીંગ ઉપયોગી, આ રીતે યુઝ કરશો તો બ્લડ સુગર અને બીપી રહેશે કંટ્રોલમાં
How To Use Hing For Diabetes: હીંગનો ઉપયોગ સામાન્ય રીતે પાચન સંબંધિત સમસ્યામાં કરવામાં આવે છે. પરંતુ જો યોગ્ય રીતે હીંગ વાપરો તો તેનાથી ડાયાબિટીસ અને બીપી પણ કંટ્રોલમાં રહે છે. આજે તમને હીંગનો ઉપયોગ કરવાની સાચી રીત જણાવીએ.
Trending Photos
How To Use Hing For Diabetes: ભારતમાં મસાલાનું જે વૈવિધ્ય છે તે અન્ય કોઈ દેશમાં જોવા મળતું નથી. ભારતીય ભોજનમાં વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ થાય છે. આ મસાલા ભોજનનો સ્વાદ વધારે છે તેની સાથે જ શરીરની મોટી મોટી બીમારીનો અંત પણ કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર હિંગ આવો જ એક જાદુઈ મસાલો છે જે પાચન સંબંધિત સમસ્યા જ નહીં પરંતુ ડાયાબિટીસ બ્લડપ્રેશર જેવી તકલીફોમાં પણ ફાયદો કરે છે. હિંગનો ઉપયોગ સામાન્ય રીતે ગેસ અને અપચા જેવી તકલીફમાં થાય છે પરંતુ હિંગનો ઉપયોગ કરીને ડાયાબિટીસ અને બીપીને પણ મેનેજ કરી શકાય છે.
હિંગનો ઉપયોગ મોટાભાગે ગેસ, પેટ ફૂલી જવું, અપચો જેવી સમસ્યામાં કરવામાં આવે છે. પરંતુ હિંગનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો ડાયાબિટીસ અને બીપીમાં પણ તે ફાયદો કરી શકે છે.
ડાયાબિટીસ અને બીપીમાં હિંગથી થતા લાભ
ભોજનમાં જે હિંગનો ઉપયોગ થાય છે તે એન્ટી ઇન્ફ્લિમેન્ટરી, એન્ટી ડાયાબિટીસ, એન્ટિ વાયરલ મસાલો છે. હિંગમાં ઘણા બધા પોષક તત્વો રહેલા છે. જ્યારે પણ તમે હિંગનું સેવન કરો છો તો તેના ગુણ સુગર અને બીપી સામે લડવા નું શરૂ કરી દે છે. હિંગમાં રહેલા તત્વ લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહી શકે છે.
હિંગનો ઉપયોગ કેવી રીતે કરવો ?
- હિંગથી થતા ફાયદા મેળવવા માટે ભોજન બનાવતી વખતે હિંગનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય જમ્યાની 30 મિનિટ પછી એક ગ્લાસ હુંફાળા પાણીમાં ચપટી હિંગ ઉમેરીને પી લેવાથી પણ લાભ થાય છે.
- માથાનો દુખાવો, માઈગ્રેન કે માસિક સમયે થતા દુખાવાને મટાડવા માટે એક ચપટી હિંગ અને અડધી ચમચી મેથી દાણાનો પાવડર હુંફાળા પાણી અથવા તો છાશ સાથે પીવાથી ફાયદો થાય છે.
- અસ્થમા, નિમોનિયા જેવા લક્ષણને ઘટાડવા માટે એક ચમચી હિંગમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને છાતી ઉપર લગાવી બેથી ત્રણ કલાક માટે છોડી દો.
- નાના બાળકોને ગેસ કે પેટની અન્ય તકલીફ થાય તો હિંગની પેસ્ટ બનાવીને બાળકોની નાભિની આસપાસ ગોળાકારમાં લગાડી દો. બાળકને થોડી મિનિટોમાં જ રાહત મળી જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે