Constipation: કબજિયાત થાય તો ખાવા આ 5 ફળ, આંતરડામાં ફસાયેલો કચરો પણ સાફ કરશે, પેટ રહેશે હળવું
Home Remedies For Constipation: જો તમને પણ વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આજે તમને 5 એવા ફળ વિશે જણાવીએ જેને ખાવાથી પાચન તંત્રની આ સમસ્યા દુર થાય છે. આ ફળ શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને તેને ખાવાથી પેટ સાફ રહે છે.
Trending Photos
Home Remedies For Constipation: જે પ્રકારનો ખોરાક આપણે લઈએ છીએ તેમાં પેટ સંબંધિત સમસ્યાઓ રહે તે સામાન્ય વાત થઈ ગઈ છે. અપચો, એસીડીટી, ગેસ સહિતની પાચન સંબંધિત સમસ્યામાં સૌથી ગંભીર કબજિયાત હોય છે. ખોરાકમાં ફાઇબરની ખામીના કારણે અને ઓછું પાણી પીવાતું હોય ત્યારે આંતરડાની સફાઈ સારી રીતે થતી નથી અને આંતરડામાં મળ જમવા લાગે છે જેના કારણે પેટ ભારે રહે છે. જો કબજિયાતની સ્થિતિ લાંબા સમય સુધી રહે તો તેના કારણે ગંભીર સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે.
કબજિયાત મટાડવી હોય અને નિયમિત પેટની સફાઈ સારી રીતે થાય તેવી ઈચ્છા હોય તો ડાયટમાં કેટલાક ફળનો સમાવેશ કરવો જોઈએ. હેલ્થ એક્સપર્ટ અનુસાર 5 ફળ એવા છે જે ફાઇબર અને પાણીથી ભરપૂર હોય છે. દિવસમાં આ ફળનું સેવન કરવાથી આંતરડાની સફાઈ સારી રીતે થાય છે. આ ફળનું સેવન કરવાથી આંતરડામાં ફસાયેલું મળ પણ સરળતાથી બહાર નીકળી જાય છે. આપણ ખાવાથી શરીરને પોષક તત્વો મળશે અને સાથે જ પેટ હંમેશા હળવું રહેશે.
કબજિયાત મટાડતા 5 ફળ
કીવી
કબજિયાત મટાડતા ફળોમાં સૌથી પહેલા કીવીનું નામ આવે છે. કીવીમાં એક્ટિનીડીન નામનું એન્જાઈમ હોય છે જે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. કીવી ખાવાથી પાચન પ્રક્રિયા સુધરે છે. તેનું સેવન કરવાથી કબજિયાતથી રાહત મેળવી સરળ થઈ જાય છે.
નાશપાતી
નાસપાતીમાં સોર્બિટોલ નામનું એક પ્રકારનું સુગર આલ્કોહોલ હોય છે. જે લેકસેટિવની જેમ કામ કરે છે. તે મળને નરમ કરીને પાચનતંત્રમાં બાઈલ એસિડ સાથે જોડાઈ મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે અને કબજિયાતથી રાહત અપાવે છે.
સફરજન
સફરજનમાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધારે હોય છે. ફાઇબર બાઉલ મુવમેન્ટને સરળ બનાવે છે. તેનાથી મળત્યાગ સરળ થઈ જાય છે અને કબજિયાતથી રાહત મળે છે.
પપૈયું
પપૈયામાં પપૈન એન્જાઈય હોય છે. તેનાથી કબજિયાતથી રાહત મેળવવામાં મદદ મળે છે. પપૈયામાં ફાઇબરનું અને પાણીનું પ્રમાણ પણ વધારે હોય છે જે કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે.
બેરીઝ
અલગ અલગ પ્રકારની બેરીઝ એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે. બેરીઝ કબજિયાત માટે ફાયદાકારક છે. બેરીઝમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ કબજિયાતથી થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે