Over Thinking: દિવસો સુધી એક ને એક વાતના વિચારો આવે છે? ઓવર થિંકિંગ તમને બીમાર કરે તે પહેલા અપનાવો આ આદતો

How to stop over thinking: ઘણા લોકો એક વાત વિશે દિવસો સુધી વિચારો કરતા રહે છે. આ વિચારો મોટાભાગે નેગેટિવ હોય છે. ઓવર થિંકિંગ વ્યક્તિને ડિપ્રેશન, ટેન્શન અને અન્ઝાઈટી જેવા જોખમની નજીક લઈ જાય છે. તેનાથી બચવું હોય તો આ આદતો અપનાવો.
 

Over Thinking: દિવસો સુધી એક ને એક વાતના વિચારો આવે છે? ઓવર થિંકિંગ તમને બીમાર કરે તે પહેલા અપનાવો આ આદતો

How to stop over thinking: કોઈપણ બાબતે વધારે પડતું વિચારવું કે ચિંતા કરવી યોગ્ય નથી. ચિંતા ને ચિતા સમાન કહેવામાં આવે છે. જોકે તેમ છતાં ઘણા લોકોને વધારે પડતું વિચારવાની આદત હોય છે. કેટલાક લોકો એક વાત પર દિવસો સુધી વિચારતા રહે છે અને આ વિચારો તેમના માટે પરેશાનીનું કારણ બની જાય છે. હદ કરતા વિચારવું એટલે કે ઓવર થીંકીંગ વ્યક્તિને ડિપ્રેશન, ટેન્શન અને એન્ઝાયટી જેવી ગંભીર સ્થિતિમાં ધકેલી દે છે. ઓવર થીંકીંગ વ્યક્તિના સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વધારે પડતું વિચારતી વ્યક્તિ નેગેટિવ વિચારે છે અને તેનાથી ખુદને જ પરેશાન કરે છે. આ સ્થિતિમાં જો ઓવર થીંકીંગ કંટ્રોલ કરવું હોય અને આ આદત છોડવી હોય તો આજે તમને સરળ ઉપાય જણાવીએ. આ પાંચ સરળ કામ કરશો તો વધારે પડતું વિચારવાની આદત છૂટી જશે. 

મેડીટેશન 

ઓવર થીંકીંગ કંટ્રોલ કરવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે રેગ્યુલર મેડીટેશનની પ્રેક્ટિસ કરવી. તેના માટે શાંત જગ્યા પર બેસો અને આંખ બંધ કરીને પોતાના શ્વાસ પર ધ્યાન આપો. તેનાથી મન શાંત થશે અને મગજમાં ચાલતી વાતો પણ ધીરે ધીરે શાંત થવા લાગશે. 

વ્યસ્ત રહો 

વિચારોને કંટ્રોલ કરવાનો સૌથી સરળ રસ્તો છે કે તમે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહો. પોતાની જાતને સતત બીજી રાખવાનો પ્રયત્ન કરો. મનમાં નકામા વિચારો ત્યારે જ આવે છે જ્યારે તમે ખાલી બેઠા હોય. એટલે જ તો કહેવાયું છે કે ખાલી દિમાગ શૈતાનનું ઘર હોય છે. 

બ્રિધીંગ એક્સરસાઇઝ કરો 

જો તમને કોઈ વાત પરેશાન કરતી હોય અને તમે વધારે વિચારવા લાગતા હોય તો બ્રિધીંગ એક્સરસાઇઝ તમને મદદ કરી શકે છે. તેના માટે આંખ બંધ કરો અને ઊંડા શ્વાસ લેવા અને છોડવાની પ્રેક્ટિસ કરો. આ સમયે ધ્યાન વિચારોને બદલે શ્વાસ પર રાખવાનો પ્રયત્ન કરો. 

મગજને વ્યસ્ત રાખો 

વધારે વિચારોથી બચવાનો સૌથી સરળ રસ્તો છે કે તમે મગજને વ્યસ્ત રાખો. તેના માટે જ્યારે પણ મનમાં નેગેટિવ કે ખરાબ વિચારો શરૂ થાય તો પોતાના જીવનના સુંદર સમયને યાદ કરો. એ સમયને યાદ કરો જ્યારે તમે સૌથી વધારે ખુશ હતા. આ સિવાય તમે નવી નવી રેસીપી ટ્રાય કરીને નવી હોબી અપનાવીને પણ ઓવર થીંકીંગથી બચી શકો છો. 

મિત્રો સાથે વાત કરો 

મોટાભાગના કેસમાં જોવા મળે છે કે ઓવર થીંકીંગ વ્યક્તિને ત્યારે જ થઈ જાય છે જ્યારે તે એકલા રહેવાની શરૂઆત કરે. તેથી ઓવર થીંકીંગથી બચવા માટે મિત્રોને મળવાનું અને તેમની સાથે વાતચીત કરવાનું શરૂ કરો. મિત્રો સાથે વાતચીત કરવાથી નકામા વિચારો પરથી ધ્યાન હટી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news