Liver Damage: લીવર સડવા લાગે ત્યારે રાત્રે દેખાય છે આ લક્ષણ, આ લક્ષણ દેખાય તો ન કરતા ઈગ્નોર
Liver Damage Symptom: લીવર શરીરનું મહત્વપૂર્ણ અંગ છે જે ડેમેજ થઈ જાય તો જીવ જોખમમાં મુકાઈ જાય છે. લીવર ધીરે ધીરે સડવા લાગે છે ત્યારે રાત્રે આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા જણાતો તેને ઈગ્નોર કરવાની ભુલ ન કરવી.
Trending Photos
Liver Damage Symptom: લીવર ખરાબ થઈ જાય તો શરીરના બધા જ કામ અટકી જાય છે. લીવર આપણા શરીરનું શક્તિશાળી અને અત્યંત મહત્વપૂર્ણ અંગ છે. લીવર ભોજન પચાવાથી લઈને લોહીમાં ભળેલા ખતરનાક ટોક્સિન અને કેમિકલને બહાર કાઢવાનું કામ કરે છે. લીવર શરીરનું એવું અંગ છે જે મોટાભાગે જાતે જ ઠીક પણ થઈ જાય છે પરંતુ જો શરીરમાં હદ કરતાં વધારે ટોક્સિન એકત્ર થવા લાગે તો લીવર ડેમેજ પણ થઈ જાય છે.
લીવર ખરાબ થાય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. તેમાંથી એક લક્ષણ એવું છે જે ફક્ત રાતે દેખાય છે. ડોક્ટરોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિને આ સમસ્યા રાતના સમયે થતી હોય તો તેને તુરંત જ લીવરનો ટેસ્ટ કરાવવો જોઈએ. આ લક્ષણ છે રાત્રે ઊંઘવામાં સમસ્યા.
જો કોઈ વ્યક્તિને રાત્રે સુવામાં સમસ્યા થતી હોય અને ઊંઘ ઝડપથી ન આવતી હોય તો તેમણે લીવરની બીમારીના ટેસ્ટ કરાવવા જોઈએ. રિસર્ચ અનુસાર લીવર જ્યારે ટોક્સિનને બહાર કાઢી શકતું નથી તો આ ટોક્સિન મગજ સુધી પહોંચી શકે છે જેના કારણે ઊંઘ ન આવવાની બીમારી પણ થઈ જાય છે.લીવર ડેમેજ થયાનું એડવાન્સ સ્ટેજ આવી જાય ત્યારે વ્યક્તિને રાત્રે ઊંઘ આવવામાં સમસ્યા થઈ જાય છે. આ સ્ટેજ પછી જો ધ્યાન આપવામાં ન આવે તો લીવર સીરોસીસ થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી રાત્રે ઊંઘવામાં તકલીફ થતી હોય અને લીવર સંબંધિત અન્ય લક્ષણો પણ દેખાતા હોય તો તુરંત જ ડોક્ટર પાસે જઈને યોગ્ય ટેસ્ટ કરાવી સારવાર લેવાની શરૂઆત કરી દેવી જોઈએ. લીવર ખરાબ થયું હોવાના અન્ય લક્ષણ છે પેટમાં દુખાવો થવો, ભૂખ ન લાગવી, સતત થાક લાગવો, ડાયરિયા, વજન ઘટી જવું, ત્વચામાં ખંજવાળ આવવી અને મળનો રંગ બદલી જવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે