અનિલ અંબાણીની કંપનીઓ પર EDના દરોડા, મુંબઈમાં ચાલી રહી છે કાર્યવાહી

Anil Ambani ED Raid: ઉદ્યોગપતિ અનિલ અંબાણીના આવાસ પર EDની ટીમે દરોડા પાડ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમે તેમની સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા છે. પરંતુ હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.

અનિલ અંબાણીની કંપનીઓ પર EDના દરોડા, મુંબઈમાં ચાલી રહી છે કાર્યવાહી

મુંબઈઃ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપનીઓ પર ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી) એ દરોડા પાડ્યા છે. આ દરોડા અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસ સાથે જોડાયેલા મામલામાં મુંબઈમાં પાડવામાં આવ્યા છે.

આ કાર્યવાહી નેશનલ હાઉસિંગ બેંક, સેબી, નેશનલ ફાઈનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી, બેંક ઓફ બરોડા અને સીબીઆઈની બે એફઆઈઆરના આધાર પર કરવામાં આવી છે. અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓના પરિસરોમાં તપાસ કરવામાં આવી રહી છે.

ED ને તેની તપાસમાં પુરાવા મળ્યા છે કે આ જાહેર નાણાંની ઉચાપત કરવાનું એક સુનિયોજિત કાવતરું હતું. આમાં ઘણી સંસ્થાઓ, બેંકો, શેરધારકો અને રોકાણકારો છેતરાયા હતા. લાંચના એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં યસ બેંકના પ્રમોટરો પણ શંકાસ્પદ છે.

2017 થી 2019 દરમિયાન યસ બેંકમાંથી લેવામાં આવેલી લગભગ 3,000 કરોડ રૂપિયાની લોનમાં ગેરકાયદેસર હેરાફેરી અને દુરુપયોગની શંકા છે.

અનિલ અંબાણીને કેમ છેતરપિંડી કરનાર જાહેર કરવામાં આવ્યા?
અગાઉ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં અનિલ અંબાણીને છેતરપિંડી કરનાર જાહેર કર્યા હતા. આ મહિનાની શરૂઆતમાં, અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનના લોન ખાતાને SBI તરફથી મોટો ફટકો પડ્યો હતો. SBIએ ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને સપ્ટેમ્બર 2024માં કંપનીને કારણદર્શક નોટિસ મોકલી હતી. કંપનીના જવાબની સમીક્ષા કર્યા પછી, બેંકે કહ્યું હતું કે અનિલ અંબાણીની કંપનીએ તેની લોનની શરતોનું પાલન કર્યું નથી અને તેના ખાતાઓના સંચાલનમાં થતી અનિયમિતતાઓ વિશે સંપૂર્ણ માહિતી આપી નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news