આ ડ્રિંક શરીરમાં યુરિક એસિડનો કરી દેશે સફાયો, બહાર નીકળી જશે બધી ગંદકી

Drink for Uric Acid : સાંધામાં જમા થયેલા યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે, આહાર પર ધ્યાન આપવાની જરૂર છે. યોગ્ય આહાર દ્વારા યુરિક એસિડને નિયંત્રિત કરી શકાય છે.

આ ડ્રિંક શરીરમાં યુરિક એસિડનો કરી દેશે સફાયો, બહાર નીકળી જશે બધી ગંદકી

Drink for Uric Acid :  આજની વ્યસ્ત જિંદગી અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે શરીરમાં યુરિક એસિડ વધવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જ્યારે શરીરમાં યુરિક એસિડ વધુ માત્રામાં વધે છે અને કિડની તેને સારી રીતે બહાર કાઢી શકતી નથી, તો તે સાંધામાં જમા થઈ ગઠિયાનું રૂપ લે છે, જેના કારણે સોજા અને દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. તેવામાં એક પ્રાકૃતિક અને અસરકારક ઉપાય છે, જેનાથી યુરિક એસિડની સમસ્યાને ઘટાડી શકાય છે. આ પ્રાકૃતિક ઉપાયમાં તમે એક ખાસ પ્રકારના ડ્રિંક્સનું સેવન કરી શકો છો. આવો જાણીએ આ ડ્રિંક્સ વિશે...

લીંબુ-આદુ-એપલ વિનેગર ડ્રિંકથી કંટ્રોલ કરો યુરિક એસિડ

જરૂરી સામગ્રી
હૂંફાળું પાણી- 1 ગ્લા
લીંબુનો રસ - 1 ચમચી
એપલ વિનેગર- 1 ચમચી
આદુનો રસ- અડધી ચમચી
હળદર- એક ચપટી

બનાવવાની રીત
એક ગ્લાસ હૂંફાળા પાણીમાં બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. સવારે વહેલા ઉઠીને ખાલી પેટે પીવો. જો તમે ઈચ્છો તો, તમે તેને દિવસમાં એકવાર અને ભોજન પહેલાં 30 મિનિટ લઈ શકો છો.

આ પીણું કેવી રીતે કામ કરે છે?
લીંબુના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને ડિટોક્સિફાય કરે છે અને યુરિક એસિડને દ્રાવ્ય બનાવીને તેને દૂર કરવામાં મદદ કરે છે. તે જ સમયે, એપલ વિનેગરમાં હાજર એસિટિક એસિડ શરીરના pH સંતુલનને સુધારે છે અને કિડનીને યુરિક એસિડ ફિલ્ટર કરવામાં મદદ કરે છે.

આ ઉપરાંત, આદુમાં કુદરતી બળતરા વિરોધી એજન્ટ હોય છે, જે સાંધાના સોજા અને દુખાવાને ઘટાડે છે. જો તમે હળદરનો ઉપયોગ કરો છો, તો તેમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે બળતરા અને દુખાવામાં રાહત આપવા માટે જાણીતું છે.

આ ડ્રિંક પીવાના ફાયદા
નિયમિત રૂપથી જો તમે આ ડ્રિંકનું સેવન કરો છો તો તેનાથી સોજા અને દુખાવામાં રાહત મળી શકે છે. તે શરીરને પ્રાકૃતિક રૂપથી ડિટોક્સ કરવામાં પ્રભાવી સાબિત થઈ શકે છે. તો યુરિક એસિડના સ્તરને સંતુલિત કરે છે.

તેના સેવનથી પાચનમાં સુધાર કરી શકાય છે અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. આ ડ્રિંક તમારી નબળી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news