Breast Cancer: બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે આ 5 ફૂડ, એક્સપર્ટ કહે છે મહિલાઓએ રોજ ખાવા જોઈએ
Breast Cancer: મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ હોય છે. જો કે હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે 5 ફૂડ એવા છે જે સ્તનમાં કેન્સરની ગાંઠ બનવાનું જોખમ ઘટાડે છે. આ 5 ફુડ મહિલાઓ નિયમિત ખાય તો કેન્સર થવાનું રિસ્ક ઘટી જાય છે.
Trending Photos
Breast Cancer: વર્તમાન સમયમાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ ઝડપથી વધતા જોવા મળે છે. જો બ્રેસ્ટ કેન્સર વિશે સમયસર ખ્યાલ ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. દર વર્ષે હજારો મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર થઈ જાય છે. જો કે સમયસર હેલ્ધી ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવાનું શરુ કરી દેવામાં આવે તો બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.
બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે મહિલાઓએ ડાયટમાં કેટલીક વસ્તુઓને ખાસ સામેલ કરવી જોઈએ. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જો મહિલાઓ આ 5 ફૂડ ડાયટમાં સામેલ કરે છે તો બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ વસ્તુઓ એવી છે જેમાં રહેલા પોષકતત્વો સ્તનમાં કેન્સરની ગાંઠ બનતા અટકાવે છે. તેથી મહિલાઓએ આ વસ્તુઓ ખાવી જોઈએ.
પાલક
પાલકમાં કૈરોટીનોયડ હોય છે જે સૂક્ષ્મ પોષકતત્વ છે પરંતુ તે સ્તન કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. એક રિસર્ચ અનુસાર જે મહિલાઓ પોતાની ડાયટમાં પાલક સહિત લીલા પાનવાળા શાકભાજી ભરપુર માત્રામાં ખાય છે તેમને કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે.
લસણ
રિસર્ચમાં એ વાત પણ સામે આવી છે કે લસણમાં જે યૌગિક હોય છે તે ડીએએન ને રીપેર કરે છે, કેન્સરની કોશિકાના વિકાસને રોકે છે, સોજો ઘટાડવામાં મદદ કરે છે. લસણનું સેવન બ્રેસ્ટ, બ્લડ, પ્રોસ્ટેટ, ઓવેરિયન કેન્સરથી બચાવ અને ઉપચારમાં કારગર સાબિત થાય છે.
બ્લૂબેરી
એક્સપર્ટ અનુસાર રોજ સવારે 1 મુઠ્ઠી બ્લૂબેરી ખાવાથી બ્રેસ્ટ કેન્સરથી બચાવવમાં મદદ મળે છે. બ્લૂબેરીમાં ફ્લેવોનોઈડ્સ અને એંથોસાયનિન હોય છે જે કેન્સરના વિકાસને રોકવામાં મદદ કરે છે.
સેલ્મન
સ્તન કેન્સરનું જોખમ ઘટાડવામાં ફીશ પણ મદદ કરે છે. ફેટયુક્ત સેલ્મન ફીશ ખાવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘટી શકે છે.
હળદર
હળદરનો ઉપયોગ ભારતીય રસોઈમાં રોજ થાય છે. આ મસાલો પણ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. હળદરમાં એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે