8મા પગાર પંચ પર નવું અપડેટ, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર

8th Pay Commission લાગૂ થવાથી 50 લાખ કરતા વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે.

8મા પગાર પંચ પર નવું અપડેટ, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર

8th Pay Commission: આઠમાં પગાર પંચને 1 જાન્યુઆરી, 2026થી લાગૂ કરવાનું છે. 16 જાન્યુઆરી 2025ના કેન્દ્રીય કેબિનેટે આઠમાં પગાર પંચની રચના કરવાને મંજૂરી આપી નથી. પરંતુ સરકારે હજુ સુધી પંચ માટે રેફરેન્સની શરતો પ્રકાશિત કરી નથી. હવે આઠમાં પગાર પંચ સંબંધિત એક નવી જાણકારી સામે આવી છે. સમાચાર છે કે આઠમાં પગાર પંચ માટે રેફરેન્સની શરતો કેન્દ્ર સરકાર દ્વારા જલ્દી મંજૂર કરવામાં આવી શકે છે.

શું છે વિગત
એક મીડિયા સાથે વાતચીત દરમિયાન નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી સ્ટાફ સાઇડના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કહ્યુ- 'અમને આશા છે કે રેફરેંસની શરતોને સરકાર જલ્દી મંજૂરી આપશે. તેને જલ્દી મંજૂરી મળવી જોઈએ.' તો નામ ન જણાવવાની શરત પર એક અન્ય NC-JCM સભ્યએ કહ્યુ કે આઠમાં પગાર પંચની શરતોને જલ્દી મંજૂરી મળવાની આશા છે. મહત્વનું છે કે NC-JCM એક સત્તાવાર બોડી છે, જેમાં બ્યૂરોક્રેટ્સ અને કર્મચારી યુનિયનના લીડર સામેલ છે અને તેનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર અને તેના કર્મચારીઓ વચ્ચે બધા વિવાદોનો વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો છે.

અહેવાલો અનુસાર, કેન્દ્રએ જાન્યુઆરીમાં 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતો અથવા ToR પર NC-JCM ના કર્મચારી પક્ષ પાસેથી મંતવ્યો માંગ્યા હતા. આ પછી કર્મચારી ફોરમે તેનો ડ્રાફ્ટ ToR રજૂ કર્યો હતો. કૃપા કરીને નોંધ લો કે સરકારે હજુ સુધી 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતો પ્રકાશિત કરી નથી. બજેટ 2025 માં કરદાતાઓ માટે ઘણી દરખાસ્તો કરવામાં આવી હોવા છતાં, 8મા પગાર પંચના અમલીકરણમાં કેન્દ્ર સરકારને જે ખર્ચ થશે તેનો ઉલ્લેખ બજેટ દસ્તાવેજોમાં કરવામાં આવ્યો નથી.

વર્તમાનમાં 55% છે DA
વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55 ટકા છે. માર્ચમાં સાતમાં પગાર પંચ હેઠળ નોંધવારી ભથ્થામાં બે ટકાનો વધારો થયો હતો. મહત્વનું છે કે પગાર પંચ સામાન્ય રીતે 10 વર્ષમાં એક વાર પગાર સંશોધન માટે ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય પદ્ધતિની ભલામણ કરવા માટે બનાવવામાં આવે છે. પગાર પંચનું એક મહત્વપૂર્ણ પાસું ફિટમેન્ટ ફેક્ટર છે, જે બધા સ્તરો પર વેતન અને પેન્શનને ફરીથી નક્કી કરવા માટે એક માનક ગણતરીના રૂપમાં કાર્ય કરે છે. આ સિસ્ટમ કર્મચારીના ગ્રેડ કે પગાર લેવલથી કોઈ ફર્ક પડતો નથી, સતત પગાર વધારાની ગેરંટી આપે છે.

આ ફોર્મ્યુલાથી નક્કી થાય છે પગાર!
સાતમાં પગાર પંચની શરૂઆતની સાથે મિનિમમ  મૂળ વેતનમાં વધારો થયો, જે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરની મદદથી 7000 રૂપિયાથી વધી 18000 રૂપિયા થઈ ગયો હતો. આ રીતે પેન્શનમાં પણ સંશોધન કરવામાં આવ્યું જે 3500 રૂપિયાથી વધી 9000 રૂપિયા થઈ ગયું હતું. આ સિવાય પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક નવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી. પરંતુ આઠમાં પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટરનો ખુલાસો થવાનો બાકી છે, પરંતુ અંદાજ પ્રમાણે તે 2.5ની આસપાસ રહી શકે છે. તેનાથી વેતન અને પેન્શનમાં ઘણો વધારો થઈ શકે છે, 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news