PM Kisan: ખેડૂતો માટે મોટા ખુશખબર! આ તારીખે તમારા ખાતામાં આવશે PM કિસાનનો 20મો હપ્તો

PM Kisan 20th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો હવે જલદી ખેડૂતોના ખાતામાં આવશે. જાણો કઈ તારીખે તમારા ખાતામાં આવશે પૈસા....

PM Kisan: ખેડૂતો માટે મોટા ખુશખબર! આ તારીખે તમારા ખાતામાં આવશે PM કિસાનનો 20મો હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM-KISAN) યોજનાના 20માં હપ્તા અંગે ખેડૂતોમાં ભારે ઉત્સુકતા છે. દર વખતની જેમ મે-જૂનમાં હપ્તો આવે તેવી આશા હતી. પરંતુ હવે અધિકૃત જાહેરાત કરવામાં આવી છે કે 20મો હપ્તો કયા દિવસે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાશે. 

ક્યારે આવશે તમારા ખાતામાં હપ્તો
Agriculture INDIA દ્વારા એક્સ પર અધિકૃત રીતે જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતોએ વધુ રાહ જોવી નહીં પડે. PM-Kisanનો 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસી ઉત્તર પ્રદેશથી સીધો તમારા ખાતામાં પહોંચશે. મેસેજ ટોન વાગે તો સમજી જાઓ કે તમારા  ખાતામાં કિસાન સન્માન નિધિની રકમ તમારા ખાતામાં પહોંચી ગઈ. 

આ સમાચારથી ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 2 ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં હપ્તાના 2000 રૂપિયા આવશે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે આ પૈસા પ્રધાનમંત્રી પોતે ટ્રાન્સફર કરશે કે નહીં. 

— Agriculture INDIA (@AgriGoI) July 29, 2025

શું છે સ્કીમ
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) દ્વારા આ વખતે ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો આવવાનો છે. જેમાં દરેક પાત્રતા ધરાવતા ખેડૂતોને 2000 રૂપિયા મળશે. સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયાની રકમ ખેડૂતોને આપે છે. જે દર  ચાર મહિનામાં એકવાર સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરાય છે. જો કે જો કોઈ ખેડૂતોનું e-KYC અધૂરું હોય તો તેઓ આ હપ્તાથી વંચિત રહી શકે છે. 

કોને નહીં મળે આગામી હપ્તો
1. e-KYC કરાવવું જરૂરી
સરકાર તરફથી પીએમ કિસાન યોજના માટે e-KYCને સંપૂર્ણ રીતે ફરજિયાત કરવામાં આવ્યું છે. જે ખેડૂતોએ આ પ્રક્રિયા પૂરી નહીં કરી હોય તેમનો હપ્તો અટકી શકે છે. 

2. આધારથી બેંક ખાતા લિંક
જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક નહીં હોય તો તમે આ હપ્તો મેળવવામાંથી ચૂકી શકો છો. 

3. લેન્ડ રેકોર્ડની ચકાસણી
ખેડૂતોના જમીન સંલગ્ન દસ્તાવેજો સંપૂર્ણ રીતે યોગ્ય હોવા જોઈએ અને પોર્ટલ પર અપડેટેડ હોવા જોઈએ. જો 'Land Seeding' માં 'No'  જોવા મળી રહ્યું હોય તો સંબંધિત કૃષિ વિભાગનો સંપર્ક કરવો. (નોંધ- સમાચાર સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. પીએમ કિસાનની તારીખ પર અમે કોઈ મહોર લગાવતા નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news