ગુજરાતમાં નવા ભાજપ અધ્યક્ષને લઈને સૌથી મોટા સમાચાર: જાણો ક્યારે મળશે નવો કેપ્ટન!
BJP Gujarat New President : છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના ચાર રાજ્યના પ્રદેશ અધ્યક્ષ મુદ્દે કોકડું ગૂંચવાયેલું હતું. પરંતુ હવે આ બાબતે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાર્ટી ટુંક સમયમાં જ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે. ત્યારબાદ જ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પાર્ટીએ આ મહિનાની શરૂઆતમાં જ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રદેશ અધ્યક્ષોની નિમણૂક કરી હતી.
Trending Photos
BJP Gujarat New President : ભારતીય જનતા પાર્ટી તેના રાજ્ય સંગઠનોને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આથી જ પાર્ટી ટૂંક સમયમાં વધુ ચાર રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં નવા ભાજપ અધ્યક્ષની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. આ સપ્તાહે જ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની શક્યતા છે. ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થશે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ત્રિપુરામાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ જાહેરાત બાદ જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની જેમ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક પણ લટકતું ગાજર બન્યું છે. થાય કે ન થાય, પણ ચર્ચા થઈ રહી છે. આવામાં ગઢડામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને લઈ મોટું નિવેદન આપ્યું છે. જે હાલ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિમણૂંક બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે તેવી વાતો પણ લાંબા સમયથી ચાલે છે. પ્રદેશ પ્રમુખની નિમણૂંક થતી નથી અને આગળ વાત વધતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે