Caste Census: દેશમાં જાતિગત વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે? સામે આવી તારીખ, જાણો વિગત
દેશમાં વસ્તી ગણતરી થવાની તારીખો સામે આવી છે. સૂત્રોએ આ માહિતી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં 1 માર્ચ 2027થી જાતિગત વસ્તી ગણતરી શરૂ થશે. આ જાતિગત વસ્તી ગણકરી બે તબક્કામાં કરાવવામાં આવશે. સૂત્રો પ્રમાણે પહાડી રાજ્યો જેમ કે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમચાલ પ્રદેશમાં 1 ઓક્ટોબર 2026થી જાતિગત વસ્તી ગણતરી શરૂ થશે. દેશમાં છેલ્લી વસ્તી ગણતરી 2011 માં હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ, 2021 માં તેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ કોરોના સમયગાળાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે સરકારે 15 વર્ષ પછી 2026 માં વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે.
વસ્તી ગણતરી પ્રક્રિયા સંબંધિત અધિકારી દેશના લોકો સંબંધિત આંકડા એકત્ર કરશે. તેમાં સામાજિક, ડેમોગ્રાફિક, સાંસ્કૃતિક અને આર્થિક ડેટા સામેલ થાય છે. નીતિ નિર્માણ અને વિકાસ પરિયોજનાઓને લાગૂ કરવામાં આ ડેટા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સૂત્રો પ્રમાણે જાતિગત જનગણના અને સામાન્ય વસ્તી ગણતરીનું કામ જલ્દી શરૂ થશે. બે તબક્કામાં ડેટા જાહેર કરવામાં આવશે. પહાડી રાજ્યો જેમ કે લદ્દાખ, હિમચાલ પ્રદેશ, ઉત્તરાખંડની વસ્તી ગણતરીનો ડેટા 1 ઓક્ટોબર 2026ના જાહેર કરી દેવામાં આવશે. જ્યારે દેશના અન્ય વિસ્તારની જાતિગત જનગણના અને સામાન્ય વસ્તી ગણતરીનો ડેટા 1 માર્ચ 2027ના જાહેર કરવામાં આવશે. એટલે કે 1 માર્ચ 2027 પહેલા દેશમાં વસ્તી ગણતરીનું કામ સમાપ્ત થઈ જશે.
કેમ કરવામાં આવે છે વસ્તી ગણતરી?
1. સમાજની વસ્તીની ગણતરી, તેમનું વર્ણન કરવું, તેમને સમજવાની સાછે જ લોકોની કઈ વસ્તુ સુધી પહોંચ છે અને તેઓ કઈ વસ્તુઓથી વંચિત રાખવામાં આવ્યા છે તે જાણવું ફક્ત સામાજિક વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ નીતિ નિર્માતાઓ અને સરકાર માટે પણ મહત્વપૂર્ણ છે.
2. આ માટે વસ્તી ગણતરી એ એક પ્રકારની પ્રક્રિયા છે. જો કે, વસ્તી ગણતરીના ટીકાકારો માને છે કે સામાજિક માળખાને સંપૂર્ણ રીતે સમજવા માટે જાતિગત વસ્તી ગણતરી નિયમિતપણે હાથ ધરવામાં આવવી જોઈએ.
3. પ્રથમ જાતિગત ગણતરી સામાજિક-આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી (SECC) તરીકે 1931માં હાથ ધરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને તેનું જાતિનું નામ પૂછવાનો હતો, જેથી સરકાર પુનઃમૂલ્યાંકન કરી શકે કે કયા જાતિ જૂથો આર્થિક રીતે સૌથી ખરાબ હતા અને કયા વધુ સારા હતા.
4. જાતિગત વસ્તી ગણતરીનો હેતુ ફક્ત અનામતનો મુદ્દો જ નથી, પરંતુ જાતિગત વસ્તી ગણતરી મોટી સંખ્યામાં એવા મુદ્દાઓને આગળ લાવશે જેના પર કોઈપણ લોકશાહી દેશને ધ્યાન આપવાની જરૂર છે, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અથવા વંચિત લોકોની સંખ્યા અથવા તેઓ કયા પ્રકારનો વ્યવસાય કરે છે. આનાથી વધુ સારી નીતિઓ અને વ્યૂહરચના બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત સંવેદનશીલ મુદ્દાઓ પર વધુ તર્કસંગત ચર્ચા પણ થશે.
5. જો કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ધર્મો અને ભાષાકીય પ્રોફાઇલ માટે વસ્તી ગણતરીનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે