Mehndi Astrology: લગ્ન પ્રસંગ માટે મહેંદી રાત્રે કરવી શુભ કે અશુભ ? જાણો કયા વારે મહેંદી કરવાથી વધે સૌભાગ્ય અને સમૃદ્ધિ
Mehndi Astrology: શું તમે જાણો છો કે મહેંદી કરવાનો પણ યોગ્ય સમય અને દિવસ હોય છે ? ખાસ કરીને લગ્ન જેવા શુભ અવસર માટે મહેંદી કરવાની હોય તો આ વાતને ધ્યાનમાં લેવી જરૂરી છે.
Trending Photos
Mehndi Astrology: મહેંદી ભારતીય પરંપરાનો મહત્વનો ભાગ છે. લગ્ન હોય કે તહેવાર સ્ત્રીઓ પોતાના હાથમાં મહેંદી શોખથી મુકાવે છે. પરંતુ શું તમે જાણો છો કે મહેંદી મુકાવવાનો પણ શુભ સમય અને દિવસ છે? લગ્ન જેવા શુભ પ્રસંગ માટે મહેંદી મુકાવવાની હોય તો આ વાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે. મોટાભાગે મહિલાઓ આ વાત જાણતી નથી અને રાત્રે મહેંદી મુકાવે છે. પરંતુ શુભ પ્રસંગ માટે રાત્રે મહેંદી મૂકવી યોગ્ય છે કે નહીં ચાલો આજે જાણીએ
મહેંદીનું મહત્વ
મહેંદી હાથની સજાવટની કલા નથી પરંતુ તેનો સંબંધ પરંપરાઓ અને ધાર્મિક માન્યતા સાથે પણ છે. કહેવાય છે કે મહેંદીનો રંગ જેટલો ઘાટો આવે છે એટલો જ પતિ પત્ની વચ્ચે પ્રેમ ગાઢ હોય છે. આયુર્વેદમાં પણ મહેંદીનું મહત્વ છે. મહેંદી શરીરને ઠંડક આપે છે અને માનસિક ચિંતા દૂર કરવામાં મદદ કરે છે.
મહેંદી કરવાનો શુભ સમય
શાસ્ત્રો અને પરંપરાઓ અનુસાર મહેંદી લગાડવાનો ઉત્તમ સમય દિવસમાં હોય છે. સૂર્યાસ્ત પહેલા કોઈ પણ સમયે મહેંદી મૂકી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ શુભ કાર્ય સંબંધિત કોઈપણ શરૂઆત કરવાની હોય તો તે શરૂઆત દિવસના સમયે થાય તે સૌથી ઉત્તમ ગણાય છે. શુભ કાર્ય સમયે સૂર્યની ઉપસ્થિતિ હોય તો તે વધારે ફળદાયી બને છે. તેથી જ લગ્ન માટેની મહેંદી હોય કે કરવા ચોથ જેવા તહેવાર માટેની મહેંદી કરવાની હોય તો દિવસનો સમય જ પસંદ કરવો. જો બપોરના સમયે મહેંદી મૂકવામાં આવે તો રંગ વધારે ચઢે છે. કારણ કે તે સમયે શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આ સમયે મહેંદી કરવાથી રંગ અને સુગંધ બંને સારી આવે છે.
રાત્રે મહેંદી શા માટે ન મૂકવી ?
રાત્રે મહેંદી મૂકવી અશુભ નથી પરંતુ કેટલીક વાતોને ધ્યાનમાં લેવી જરૂરી છે. રાત્રે શરીરની ગતિવિધિ ધીમી થઈ જાય છે અને ત્વચા ઠંડી થઈ જાય છે. તેથી રાત્રે મુકેલી મહેંદીનો રંગ ઘાટો આવે તેવી શક્યતા ઓછી થઈ જાય છે. રાત્રે મહેંદી કર્યા પછી સુઈ જવાનું હોવાથી મહેંદી ખરાબ થવાની શક્યતા પણ વધી જાય છે.
કયા વારે મહેંદી ન મૂકવી ?
કેટલીક પરંપરાઓમાં મહેંદી કરાવવાના દિવસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમકે મંગળવાર અને શનિવારે મહેંદી લગાડવાનું ટાળવું જોઈએ. માન્યતા અનુસાર આ દિવસ વિશ્રામ અને સાધના માટેનો હોય છે. તેથી આ દિવસોમાં મહેંદી કરવી નહીં. મહેંદી કરવા માટેનો ઉત્તમ દિવસ શુક્રવાર ગણાય છે. શુક્રવારે મહેંદી કરવાથી સૌભાગ્ય અને સૌંદર્ય વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે