પાકિસ્તાની વાયુસેનાએ 36 સ્થળો પર કર્યો હુમલો, તુર્કી કનેક્શન આવ્યું સામે; MEA-રક્ષા મંત્રાલયે PCમાં શું જણાવ્યું?

India Pakistan War: પાકિસ્તાન દ્વારા ગુરુવારે રાત્રે કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હરકત વિશે માહિતી આપતા MEA અને રત્રા મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને 36 સ્થળોએ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાની વાયુસેનાએ 36 સ્થળો પર કર્યો હુમલો, તુર્કી કનેક્શન આવ્યું સામે; MEA-રક્ષા મંત્રાલયે PCમાં શું જણાવ્યું?

MEA Press Conference: ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નિષ્ફળ હુમલાના પ્રયાસ અંગે માહિતી આપતાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, '7 અને 8 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને નિશાન બનાવવાના ઈરાદાથી સમગ્ર પશ્ચિમ સરહદ પર ઘણી વખત ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું.' તેમણે વધુમાં કહ્યું કે, 'પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર ભારે કેલિબર હથિયારોથી ગોળીબાર પણ કર્યો. 36 સ્થળોએ ઘૂસણખોરીના પ્રયાસમાં લગભગ 300 થી 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સશસ્ત્ર દળોએ ગતિશીલ અને બિન-ગતિશીલ માધ્યમોનો ઉપયોગ કરીને આમાંના ઘણા ડ્રોનને તોડી પાડ્યા.'

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાને ભારતમાં 36 સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રારંભિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ હુમલામાં તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ તરત જ આ હુમલાનો જવાબ આપ્યો અને ડ્રોન કાઉન્ટક હુમલો કર્યો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર સિસ્ટમ સંપૂર્ણપણે નાશ પામી. સોફિયા કુરેશીએ કહ્યું કે, આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું છે અને આ તેના લશ્કરી કાર્યવાહી માટે મોટો આંચકો છે.

સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે પાકિસ્તાન
આ ઉપરાંત કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું કે, 'પાકિસ્તાને 7 મેના રોજ રાત્રે 08:30 વાગ્યે નિષ્ફળ ડ્રોન અને મિસાઇલ હુમલા કરવા છતાં તેના નાગરિક હવાઈ ક્ષેત્રને બંધ કર્યું ન હતું. પાકિસ્તાન નાગરિક વિમાનનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે, તે સારી રીતે જાણે છે કે ભારત પર તેના હુમલાનો ભારત તરફથી મજબૂત હવાઈ રક્ષા પ્રતિક્રિયા મળશે.' તેમણે વધુમાં કહ્યું કે, આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઉડતા આંતરરાષ્ટ્રીય વિમાનો સહિત અજાણ્યા નાગરિક વિમાનો માટે તે સુરક્ષિત નથી.

— ANI (@ANI) May 9, 2025

'કરાચી અને લાહોર વચ્ચે ઉડતા વિમાનો'
અમે હમણાં જે સ્ક્રીનશોટ બતાવ્યો છે તે પંજાબ સેક્ટરમાં ઉચ્ચ હવાઈ રક્ષા ચેતવણીની પરિસ્થિતિ દરમિયાન એપ્લિકેશન ફ્લાઇટ રડાર 24 માંથી ડેટા દર્શાવે છે. જેમ તમે જોયું હશે, અમારા જાહેર કરેલા બંધને કારણે ભારતીય પક્ષનું હવાઈ ક્ષેત્ર નાગરિક હવાઈ ટ્રાફિકથી સંપૂર્ણપણે વંચિત છે. જો કે, કરાચી અને લાહોર વચ્ચેના હવાઈ માર્ગ પર નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા છે. ભારતીય વાયુસેનાએ તેના પ્રતિભાવમાં ખૂબ જ સંયમ દાખવ્યો છે, આંતરરાષ્ટ્રીય નાગરિક વાહકોની સલામતી સુનિશ્ચિત કરી છે. આ ઉપરાંત ભટિંડા મિલિટરી સ્ટેશનને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, પાકિસ્તાન તંગધાર, અખનૂર, ઉધમપુર સહિત LOC પર ઘણી જગ્યાએ ભારે ગોળીબાર કરી રહ્યું છે, જેમાં આપણા સૈન્ય જવાનો ઘાયલ અને માર્યા ગયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news