પાકિસ્તાનની આ એક વસ્તુ પર બહુ નિર્ભર હતું ભારત, દરેક ઘરમાં થાય છે ઉપયોગ, જાણો હવે ક્યાંથી આવશે
Pahalgam Terrorist Attack: ભારતમાં એક વસ્તુ એવી છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. આ ચીજ દુશ્મન દેશ પાકિસ્તાનથી આવે છે. પહેલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ બનેલી છે. હવે સવાલ એ છે કે આ એક ચીજ ભારતમાં આવશે કેવી રીતે?
Trending Photos
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ગંભીર બનેલી છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક બાદ એક આકરા પગલાં લીધા છે. પાકિસ્તાનથી કોઈ પણ વસ્તુની આયાત પર પ્રતિબંધ લગાવેલો છે. પાકિસ્તાનથી ભારત આવતી એક વસ્તુ એવી છે જેના પર ભારત સંપૂર્ણ રીતે પાકિસ્તાન પર નિર્ભર હતું. આ એક ચીજ ભારતના લગભગ દરેક ઘરમાં જોવા મળતી હોય છે.
જાણો કઈ વસ્તુ
અમે જે વસ્તુની વાત કરી રહ્યા છે તે છે સિંધવ મીઠુ. જી હા. પાકિસ્તાનના ખેવડા મીઠા ખાણ (Khewra Salt Mines)માંથી તે લેવાય છે. જે ભારતનો મુખ્ય આપૂર્તિકર્તા છે. સિંધવ મીઠાની ભારતમાં ભારે ડિમાન્ડ છે. ખાસ કરીને વ્રત અને તહેવારોમાં. સિંધવ મીઠાને રોક સોલ્ટ, લાહોરી મીઠુ, ગુલાબી મીઠુ, હેલાઈટ કે હિમાલયન સોલ્ટના નામે પણ ઓળખવામાં આવે છે.
ભારતમાં નથી થતું ઉત્પાદન
ભારતમાં સિંધવ મીઠાનું ઉત્પાદન થતું નથી. આથી તેની માંગણી મુજબ પાકિસ્તાનથી મંગાવીને તે પૂરી કરાય છે. જો કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતે જ પાકિસ્તાનથી સિંધવ મીઠું લેવાનું ઓછું કર્યું છે. પાકિસ્તાનમાં સૌથી વધુ સિંધવ મીઠુ પંજાબ પ્રાંતમાં મળી આવે છે. પંજાબના ઝેલમ જિલ્લાના ખેવડામાં આવેલી મીઠાની ખાણ દુનિયાની બીજી સૌથી મોટી મીઠાની ખાણ છે. અહીં દર વર્ષે લગભગ 3.25 લાખ ટન સિંધવ મીઠું નીકળે છે.
હવે ભારત ક્યાંથી મંગાવશે
ભારતે સિંધવ મીઠા પર પાકિસ્તાન પરની પોતાની નિર્ભરતા ઓછી કરી છે. વર્ષ 2018-19માં ભારતે જેટલું સિંધવ મીઠું આયાત કર્યું હતું તેમાંથી 99 ટકા પાકિસ્તાનથી આવ્યું હતું. પરંતુ હવે ભારત ઈરાન, મલેશિયા, જર્મની, અફઘાનિસ્તાન, તુર્કી અને ઓસ્ટ્રેલિયાથી પણ સિંધવ મીઠું મંગાવવા લાગ્યું છે. પાકિસ્તાન સાથે વેપાર બંધ થયા બાદ ભારતમાં આ મીઠું વધુ મોંઘુ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે