OMG! ટૂથબ્રશે ફોડ્યો પતિના અન્ય મહિલા સાથે લફરાનો ભાંડો, પત્નીને કેવી રીતે ખબર પડી તે જાણીને દંગ રહેશો

એક મહિલાને તેના પતિની બેવફાઈનો ખુલાસો એક એવી વસ્તુએ કરી દીધો કે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ ઘટના તમને સ્તબ્ધ કરી નાખશે. 

OMG! ટૂથબ્રશે ફોડ્યો પતિના અન્ય મહિલા સાથે લફરાનો ભાંડો, પત્નીને કેવી રીતે ખબર પડી તે જાણીને દંગ રહેશો

બ્રિટનમાં એક મહિલાએ તેના પતિની બેવફાઈનો ખુલાસો એક એવી વસ્તુથી કર્યો કે તમે સપનામાં પણ ન વિચારી શકો. આ ઘટના એટલી ચોંકાવનારી છે કારણ કે તેમાં કોઈ જાસૂસી એજન્સી સામેલ નહતી કે કોઈ ફોન ટેપિંગ થઈ નહતી. એક  સાધારણ સ્માર્ટફોન એપ અને એક સ્માર્ટ ટૂથબ્રશે બધી પોલ ખોલી નાખી જેણે એક સંબંધનો પાયો હચમચાવી નાખ્યો. 

મહિલા તેના બાળકોને બ્રશ કરવાની આદત પાડવા માટે એક સ્માર્ટ એપનો ઉપયોગ કરી રહી હતી જે ટૂથબ્રશ સાથે સિંક હોય છે અને જણાવે છે કે બ્રશ ક્યારે અને કેટલીવાર સુધી કરવામાં આવ્યું. આ સુવિધા બાળકોના સ્વાસ્થ્ય ટ્રેકિંગ માટે હતી. પરંતુ પતિની બેવફાઈ બહાર લાવવાનો રસ્તો બની ગઈ. 

કેવી રીતે થયો ખુલાસો
શરૂઆતમાં મહિલાએ નોટિસ કર્યું કે બ્રશનો ઉપયોગ એવા સમયે થઈ રહ્યો છે કે દ્યારે ઘરમાં કોઈ હોવું જોઈતું નહતું. ખાસ કરીને શુક્રવારે સવારે. આ એ જ સમય હતો જ્યારે તેનો પતિ ઓફિસમાં હોય છે. પહેલા તો મહિલાએ માત્ર સંયોગ માન્યો પરંતુ જ્યારે દર શુક્રવારે સવારે સેમ પેટર્ન જોવા મળી તો તેનો શક વિશ્વાસમાં ફેરવાઈ ગયો. 

તપાસ કરતા ખબર પડી કે તેનો પતિ શુક્રવારના રોજ ઓફિસ જવાની જગ્યાએ ઘરમાં જ રહેતો હતો અને ત્યાં કોઈ મહિલા સહકર્મી સાથે સમય પસાર કરતો હતો. મહિલાને પણ એ સમજમાં આવી ગયું કે ટૂથબ્રશ તે સમયે યૂઝ થઈ રહ્યું હતું જ્યારે બંને ઘરમાં એકલા હતા. ટૂથબ્રશનું કનેક્શન એપથી રહ્યું અને બધો ડેટા આપોઆપ બેવફાઈના પુરાવા બનાવતા ગયા. 

લોકોની અલગ અલગ પ્રતિક્રિયા
જેવો આ મામલો સોશિયલ મીડિયા પર આવ્યો કે લોકો ભાત ભાતની પ્રતિક્રિયા આપવા લાગ્યા. કોઈએ કહ્યું કે, ટૂથબ્રશે સંબંધ તોડી નાખ્યો તો કોઈએ લખ્યું કે હવે આ માણસ જીવનમાં કદાચ ફરીથી બ્રશ પણ ન કરે!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news