45 દિવસ ચાલ્યો મહાકુંભ, જાણો ઉત્તર પ્રદેશને કેટલો થયો લાભ? કેટલી થઈ કમાણી

Mahakumbh 2025: દેશ વિદેશથી મળેલા સારા પ્રતિસાદના પગલે દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળવાડા મહાકુંભમાં 66 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો. જાણો કેટલો કારોબાર થયો?

45 દિવસ ચાલ્યો મહાકુંભ, જાણો ઉત્તર પ્રદેશને કેટલો થયો લાભ? કેટલી થઈ કમાણી

ઉત્તર પ્રદેશ 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા માટે પોતાના લક્ષ્યાંક તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ જ કડીમાં પ્રયાગરાજમાં મહાશિવરાત્રી પર સંપન્ન થયેલા મહાકુંભ મેળા 2025એ રાજ્યની અર્થવ્યવસ્થામાં મબલક યોગદાન આપવાનું કામ કર્યું છે. 13 જાન્યુઆરીએ શરૂ થયેલા મહાકુંભના અંતિમ દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર શેર કર્યું કે આ ઉત્સવ દરમિયાન પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર સ્નાનમાં 66.21 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. 

3 લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર
ઉદ્યોગ જગતના લીડર્સના જણાવ્યાં મુજબ આ ભવ્ય ઉત્સવથી વસ્તુઓ અને સેવાઓના માધ્યમથી 3 લાખ કરોડ રૂપિયા (લગભગ 360 બિલિયન ડોલર)થી વધુનો વેપાર થયો હોવાનો અંદાજ છે. જે મહાકુંભનું નામ દેશના સૌથી મોટા આર્થિક આયોજનોની લિસ્ટમાં જોડે છે. 

લગભગ 2 લાખ કરોડની વેપારી લેવડદેવડ
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી)ના મહાસચિવ અને ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે મહાકુંભ શરૂ થતા પહેલા પ્રાથમિક અનુમાનોમાં 40 કરોડ લોકોના આવવાની અને લગભગ 2 લાખ કરોડ રૂપિયાની વેપારી  લેવડદેવડનો અંદાજો લગાવવામાં આવ્યો હતો. 

ગામડાઓમાં પણ વેપારમાં શાનદાર ઉછાળો
સામાન્ય રીતે માર્ચ ત્રિમાસિકમાં હવાઈ મુસાફરી ભાડામાં નબળાઈ જોવા મળતી હોય છે પરંતુ આ સમય દરમિયાન તેમાં પણ તેજી જોવા મળી. આ ઉછાળો મહાકુંભ માટે પ્રયાગરાજની ફ્લાઈટ્સ પર કેન્દ્રીત હતો. અનેક વ્યવસાયિક ક્ષેત્રોમાં મોટા પાયે આર્થિક ગતિવિધિઓ જોવા મળી, જેમાં આતિથ્ય, અને આવાસ, ખાણી પીણી, પરિવહન, અને લોજિસ્ટિક્સ, ધાર્મિક કપડાં, પૂજા અને હસ્તશિલ્પ, કપડાં અને પરિધાન તથા અન્ય વસ્તુઓ સામેલ છે. માત્ર પ્રયાગરાજ જ નહીં પરંતુ 100-150 કિમીના દાયરામાં આવતા શહેરો અને ગામડાઓમાં પણ વેપારમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો. જેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત થઈ. 

મેળા વ્યવસ્થા પર કેટલો ખર્ચ
યુપી સરકારે પ્રયાગરાજના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે 7,500 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો. રાજ્ય સરકાર મુજબ 14 નવા ફ્લાઈઓવર, છ અંડરપાસ, 200થી વધુ પહોળા રસ્તાઓ, નવા કોરિડોર, વિસ્તારિત રેલવે સ્ટેશન, અને એક આધુનિક એરપોર્ટ ટર્મિનલ બનાવવા માટે 7,500 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. આ સિવાય કુંભ મેળાની વ્યવસ્થા માટે ખાસ કરીને 1500 કરોડ રૂપિયા નિર્ધારિત કરાયા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news