દેવાયત ખવડ પર હુમલાની ઘટનામાં બે ફરિયાદ નોંધાઈ, બંને પક્ષે સામસામે ફરિયાદ કરાઈ
Devayat Khavad Car Attack : સાણંદમાં ડાયરામાં ગેરહાજરીના મુદ્દે પોલીસે અરજી ન લેતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.. આ વિવાદમાં ચાંગોદર પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી
Trending Photos
Devayat Khavad Controversy : અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલાની ઘટના હવે મોટું સ્વરૂપ લઈ રહી છે. ગાડી પર હુમલા મામલે દેવાયત ખવડે પોલીસ ફરિયાદ કરવાની પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ ફરિયાદ નોંધી ન રહી હોવાનો ખવડે દાવો કર્યો હતો. જો કે, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવા માટે ખવડે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હવે આ વિવાદમાં ચાંગોદર પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી છે. પ્રથમ ફરિયાદમાં દેવયત ખવડ ફરિયાદી બન્યો છે. તો બીજી ફરિયાદમાં ભગવતસિંહ ફરિયાદી બન્યા છે. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે.
થોડા દિવસ પહેલા સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરાયું હતું. પરંતું દેવાયત ખવડ ડાયરા સમયે હાજર રહ્યા ન હતા. બીજી તરફ, દેવાયત ખવડ આણંદ સોજીત્રા ખાતે ડાયરામાં પહોંચ્યા હતા. કાર્યક્રમની રાતે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે કાર પર હુમલો થયો હતો. જે બાદમાં બબાલમાં પરિણમી હતી. આ ઘટનામાં સામા પક્ષ દ્વારા દેવયત ખવડ સામે ધમકી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સામે પક્ષે 8 લોકો સામે ધાડની ફરિયાદ નોંધાઈ છે. તો દેવયત ખવડ સામે 8 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદ નોંધવામાં આવી છે. સામે પક્ષે 5 લાખની લૂંટ સહિત ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. દેવયત ખવડના ડ્રાઇવરે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે અરજી ન લેતા દેવાયત ખવડે હાઈકોર્ટમાં ફરિયાદ કરી
લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાઇકોર્ટના શરણે પહોંચ્યા હતા. જેમાં પોલીસે ફરિયાદ નહીં નોંધતા ખવડે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આરોપીઓ સામે ફરિયાદ નોંધવા ખવડે હાઇકોર્ટમાં અરજી કરતા ચર્ચાનો વિષય શરૂ થયો છે. અરજીમાં મુદ્દામાલ શોધી, પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની માંગ કરાઇ છે. કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી રજૂઆત કરી છે.
દેવાયત ખવડે કર્યો ખુલાસો
દેવાયત ખવડ કાર્યક્રમ અંગે સ્પષ્ટતા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં દેવાયત ખવડે કહ્યું કે, હાલ એવી ચર્ચા થઈ રહી છે કે, દેવાયત ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી આપી અને બીજામાં હાજરી ન આપી. હવે આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. કારણ કે, આ વાત તદ્દન ખોટી છે. જે ડાયરામાં મેં હાજરી આપી તે સનાથલમાં તમે આયોજકના સીસીટીવી ચેક કરો. મેં પહેલાં 8 થી 9:30 વાગ્યા સુધી સનાથલમાં હાજરી આપી હતી અને બાદમાં આયોજકની રજા લઈને હું પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો હતો.
'મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધાં...'
દેવાયત ખવડે દાવો કર્યો કે, 'મેં નથી ખોટું કર્યું કે, નથી પૈસા લીધા આયોજક પાસેથી પાસેથી. આ પહેલાં પણ બે મહિના પહેલાં તેમના ભત્રીજાના લગ્નમાં પૈસા વિના ડાયરો કર્યો છે સંબંધના કારણે. આ ફિલ્ડમાં મને પણ એટલી ખબર પડે છે કે, ડાયરો લીધા પછી ક્યાં જાઉં અને ક્યાં ન જાઉં. હું એટલાં માટે સ્પષ્ટ કરૂ છું કે, એકપણ પૈસો લીધા વિના મેં સંબંધને લઈને ડાયરામાં હાજરી આપી હતી. છતાં જો કોઈને એવું થતું હોય કે, હાજરી નથી આપી તો તેમના ફાર્મ હાઉસના સીસીટીવી ચેક કરો. જેમાં 8 થી 9:30 ની મારી હાજરી છે અને આયોજકની રજા લીધા બાદ જ હું પીપળજ પ્રોગ્રામમાં જવા નીકળ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે