Buldhana Hair Loss: હાય લા...રોટલીના કારણે વાળ કેવી રીતે ખરવા લાગ્યા? ધડાધડ ટાલિયા થવા લાગ્યા હતા લોકો, ખાસ જાણો આ કિસ્સો
મહારાષ્ટ્રના બુલઢાણામાં ધડાધડ લોકોના વાળ ખરવા માંડ્યા હતા અને હવે તેનું કારણ સામે આવતા હડકંપ મચી ગયો છે. લોકો તેને દૂષિત પાણીના કારણે થતું હોવાનું ગણતા હતા પરંતુ કઈક બીજુ જ નીકળ્યું છે.
Trending Photos
થોડા સમય પહેલા જ્યારે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં અચાનક લોકોના વાળ ખરવા લાગ્યા હતા ત્યારે આખા દેશમાં હડકંપ મચી ગયો. ડર લાગવા લાગ્યો કે આ કોઈ નવી મહામારી તો નથી. વાળ ખરવાની આ ઘટના ખુબ ચર્ચામાં આવી હતી. પાણીની તપાસ થવા લાગી પરંતુ હવે કારણ સામે આવ્યું છે કે ડિસેમ્બર 2024થી લઈને જાન્યુઆરી વચ્ચે લગભગ 300 લોકોના વાળ કેમ ખરી ગયા? તમને જાણીને નવાઈ લાગશે કે આ બીમારીનું કનેક્શન પાણી નહીં પરંતુ ભોજનમાં પીરસાતી રોટલી છે. જી હા. મેડિકલ એક્સપર્ટના રિપોર્ટ મુજબ પંજાબ અને હરિયાણાથી જે ઘઉં સ્થાનિક રાશનની દુકાનો પર સપ્લાય કરવામાં આવ્યા હતા તેમાં સેલેનિયમનું પ્રમાણ ઘણું વધારે મળી આવ્યું છે.
ઘઉમાં સેલેનિયમ કેવી રીતે
વાત જાણે એમ છે કે સેલેનિયમ માટીમાંથી મળી આવતું એક ખનિજ હોય છે અને કુદરતી રીતે પાણી અને કેટલાક ખાદ્ય પદાર્થોમાં મળી આવે છે. નોંધવા જેવી વાત છે કે લોકોને ખુબ જ ઓછા પ્રમાણમાં સેલેનિયમની જરૂર હોય છે, જે પાચનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બુલઢાણાના અનેક ગામોમાં 279 જેટલા લોકોને અચાનક વાળ ખરવાના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા. પ્રભાવિત વ્યક્તિઓમાં અનેક કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા છોકરીઓ પણ હતી. આ કારણે તેમણે સામાજિક પડકારોનો પણ સામનો કરવો પડ્યો અને તેમનો અભ્યાસ અને લગ્નમાં વિલંબ થયો. કેટલાક લોકોએ મુંડન કરાવી નાખ્યું હતું.
રાયગઢના બાવસ્કર હોસ્પિટલ અને અનુસંધાન કેન્દ્રના મેનેજિંગ ડાઈરેક્ટર ડો. હિંમતરાવ બાવસ્કરે જણાવ્યું કે પ્રભાવિત ક્ષેત્રોમાં નમૂના લીધા બાદ જાણવા મળ્યું કે લોકોમાં ખાસ કરીને યુવા મહિલાઓમાં માથાનો દુખાવો, તાવ, ખોપડીમાં ખંજવાળ, ઝણઝણાહટ, કેટલાક કેસમાં ઝાડા ઉલ્ટી જેવા લક્ષણ હતા. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડોક્ટરે કહ્યું કે આ પ્રકોપનું પ્રાથમિક કારણ પંજાબ અને હરિયાણાથી આવેલા ઘઉં છે. જેમાં સ્થાનિક સ્તરે પેદા થનારા ઘઉંની સરખામણીમાં સેલેનિયમનું પ્રમાણ ઘણું વધારે મળી આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે